Uttarajjhayana 1609
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1609
- Language
- Gujarati
1609
વિવેચન–૧૨૨૭ થી ૧૨૪૫
[૧૨૨૭] એક સ્થાનથી વિરતી અર્થાત્ વિરમવું, ઉપરમવું તે. ધારણ કરે અને એકમાં પ્રવર્તન કરે. આને જ વિશેષથી કહે છે – હિંસાદિ રૂપ અસંયમની નિવૃત્તિ અને પરિહાર રૂપ સંયમમાં પ્રવૃત્તિ કરે.
[૧૨૨૮] રાગ અને દ્વેષ એ પાપ-કોપાદિ પાપ પ્રકૃતિ રૂપપણાથી પાપકર્મ-મિથ્યાત્વ આદિને પ્રવર્તાવે છે. જે ભિક્ષુ કથંચિત્ ઉદિત એવા તેના પ્રસારનું નિરાકરણ કરવા વડે સદા તિરસ્કાર કરે છે, તે મંડલમાં રહેતો નથી. અર્થાત્ ભ્રમણ કરતો નથી. મંડલ શબ્દથી ચાતુરંત સંસારનું ગ્રહણ કરવું. અહીં મુક્તિ પદની પ્રાપ્તિ એ હેતુ છે. તેમ આગળ પણ જાણવું.
[૧૨૨૯] દંડાય છે અર્થાત્ ચારિત્ર વડે ચર્યાના અપહારથી અસાર કરાય છે, આત્મા જેના વડે તે દંડ - દુષ્પ્રણિહિત માનસાદિ રૂપ તે મનોદંડાદિ. - X - તેની ત્રિક તે મનોદંડ, વચનદંડ, કાયદંડ રૂપ. તથા ગુરુ - લાભના અભિમાનથી ધમતા ચિત્તવાળો અથવા તેવા અધ્યવસાયયુક્ત તે ત્રણ ગૌરવ - ઋદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, શાતા ગૌરવ રૂપ. જેના વડે પ્રાણીને પીડા થાય, શલ્યિત થાય તે શલ્યો, તે માયા, નિદાન અને મિથ્યાત્વ શલ્યરૂપ છે. આ ત્રણે ત્રિકને જે ભિક્ષુ ત્યજે છે, તે સંસારમાં ન ભમે.
[૧૨૩૦] દિવ્ય - હાસ્ય, દ્વેષ, વિમર્શ, પૃથક્, વિમાત્રા વડે દેવે વિહિત એવા સામીપ્યથી ઉત્પન્ન કરાયેલ તે દિવ્ય ઉપસર્ગો તથા તિર્યંચના - ભય, દ્વેષ, આહાર હેતુ, બચ્ચાના માળાના સંરક્ષણ હેતુથી કરાયેલા તે તિર્યંચ કૃત્ ઉપસર્ગ, માનુષ્યોના - હાસ્ય, પ્રદ્વૈષ, વિમર્શ કુશીલ, પ્રતિસેવનરૂપ નિમિત્તથી કરાતા માનુષી ઉપસર્ગો તેમજ આત્મ સંવેદનીય ઘટ્ટન, પ્રપતન, સ્તંભન આદિ તે જે ભિક્ષુ સહન કરે૦
[૧૨૩૧] વિરુદ્ધ કે વિરૂપા જે કથા, તે સ્ત્રી, ભોજન, જનપદ અને રાજાના ભેદથી ચાર પ્રકારે હોય છે. કષાય - ક્રોધ, માન, માયા, લોભ રૂપે છે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ રૂપે છે. ચાર ધ્યાનમાં આર્ત અને રૌદ્ર બે લેવાના. તેને જે ભિક્ષુ પરિહરે છે૦
[૧૨૩૨] વ્રત - હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહની વિરતીરૂપ. ઈન્દ્રિય - શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સમિતિ - પાંચ ઈર્યાદિ. ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રદ્વેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત રૂપ. જે ભિક્ષુ યથાવત્ પરિપાલનથી વ્રત અને સમિતિમાં યત્ન કરે છે. ઈન્દ્રિયોના અર્થોમાં માધ્યસ્થ રહે છે અને ક્રિયાનો પરિહાર કરે છે તે૦
[૧૨૩૩] લેશ્યા - છ કાય - પૃથ્વી આદિ છ, આહારના કારણો છ તેમાં જે ભિક્ષુ યથાયોગ નિરોધ - ઉત્પાદન રક્ષા અનુરોધ વિધાનથી યત્ન કરે૦
[૧૨૩૪] આહાર ગ્રહણ વિષયક અભિગ્રહરૂપ સંસૃષ્ટકાદિમાં અનંતર અધ્યયનમાં કહેલ સાત લેવી. સાત ભય - ભય મોહનીયથી ઉત્પન્ન આત્મ પરિણામની ઉત્પત્તિ નિમિત્તપણાથી, ઈહલોકભય આદિ સાતમાં જે ભિક્ષુ પહેલામાં ઉપયોગવાન્ થાય, ભયને ન કરીને સંસારમાં ન ભમે.
[૧૨૩૫] મદ - જાતિ આદિ આઠ, બ્રહ્મચર્યના ગોપનરૂપ ગુપ્તિ તે વસતિ આદિ નવ ગુપ્તિ, - X - X - ક્ષાંતિ આદિ ભેદથી દશ પ્રકારે છે, તેને માટે જે ભિક્ષુ યથાવત્ પરિહાર આસેવન પરિપાલનાદિથી જે ભિક્ષુ સેવે૦
[૧૨૩૬] યતિને સેવે તે ઉપાસક - શ્રાવક, તેમના અગિયાર અભિગ્રહ વિશેષ તે દર્શનાદિ પ્રતિમામાં, સાધુની બાર પ્રતિમામાં - X - જે ભિક્ષુ યાવત્ પરિજ્ઞાન ઉપદેશ પાલનાદિ વડે ઉપયોગવંત રહે૦
[૧૨૩૭] મિથ્યાત્વ આદિ ક્રોડી કૃત જંતુ વડે કરાય તે ક્રિયા - કર્મબંધ નિબંધન રૂપ ચેષ્ટા, તે અર્થ અને અનર્થ ભેદથી તેર પ્રકારે છે - અર્થક્રિયા, અનર્થ ક્રિયા આદિ, જે હતા - છે અને રહેશે તે ભૂત - પ્રાણી, તેમનો સમૂહ તે ભૂતગ્રામ, તે એકેન્દ્રિય - સૂક્ષ્માદિ ભેદે ચૌદ છે - X - ધર્મ વડે ચરે છે તે ધાર્મિક, જેઓ તેવા નથી તે અધાર્મિક, પરમ એવા તે સર્વ અધાર્મિકમાં પ્રધાનપણાથી પરમાધાર્મિકો - અત્યંત સંક્લિષ્ટ ચિત્ત-વાળા અંબ આદિ તેઓ પંદર છે - અંબ, અંબર્ષિ, ઈત્યાદિ.
[૧૨૩૮] ગીયતે - જેમાં સ્વ-પર સિદ્ધાંત સ્વરૂપ કહેવાયેલ છે તે સૂત્રકૃતાંગનું સોળમું અધ્યયન તે ૧૬ અધ્યાપન-સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીરસ્તવ, કુશીલ પરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, યથાતથ્ય, ગ્રંથ, યમદીય, ગાથા.
તથા સંયમન તે સંયમ, ન સંયમ તે અસંયમ. તેના ૧૭-ભેદો છે. પૃથ્વી આદિ વિષયક. તેના પ્રતિપક્ષે સંયમના સત્તર ભેદ કહ્યા છે. જેમકે - પૃથ્વી સંયમ, ઉદક સંયમ, અગ્નિ સંયમ ઈત્યાદિ. તેમાં જે ભિક્ષુ ઉક્ત અનુષ્ઠાનમાં પ્રયત્નવાન્ બને અને અન્યત્ર તેનો પરિહાર કરે૦
[૧૨૩૯] બ્રહ્મચર્ય અઢાર ભેદે છે - ત્રણ કરણ અને ત્રણ યોગથી દિવ્ય અને ઔદારિક. જ્ઞાત એટલે ઉદાહરણ, તેના પ્રતિપાદક અધ્યયન તે જ્ઞાત અધ્યયન. તે ૧૯ છે - ઉત્ક્ષિપ્ત, સંઘાટ, અંડ, કુંભ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રમા, દાવદ્રવ, ઉદક જ્ઞાત, મંડુક્ક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુંસમા અને પુંડરીક. સ્થાન અર્થાત્ આશ્રય, કારણ. કોના? સમાધિ અર્થાત્ સમાધાન. જ્ઞાનાદિમાં ચિત્ત એકાગ્રતા, સમાધિનો અભાવ તે અસમાધિ. આ અસમાધિના સ્થાનો વીશ છે. તે આ પ્રમાણે –
(૧) જલદી ચાલનાર, (૨) અપ્રમૃજ્યચારી, (૩) દુષ્પ્રમૃજ્યચારી, (૪) અતિરિક્ત શય્યા આસનિક, (૫) શત્નિક પરિભાષી, (૬) સ્થવિરો-પઘાતી, (૭) ભૂતોપઘાતી, (૮) સંજ્વલન, (૯) ક્રોધન, (૧૦) પૃષ્ઠમાંસિક, (૧૧) અતીક્ષ્ણ અવધારયિતા, (૧૨) નવા અધિકરણ અનુત્પન્નને ઉત્પાદિત કરે. (૧૩) જૂના અધિકરણોને ખમાવીને વોસિરાવીને ફરી ઉદિરીત કરે. (૧૪) સરજસ્ક હાથ-પગ, (૧૫) અકાલ સ્વાધ્યાયકારક, (૧૬) શબ્દકર, (૧૭) કલહકર, (૧૮) કલહકર, (૧૯) ઝંઝાકર, (૨૦) સૂર્ય પ્રમાણભોજી, (૨૧) એષણામાં અસમિતિ થાય. ૦ જે ભિક્ષુ રક્ષા પરિજ્ઞાન, પરિહારાદિ વડે ઉપયોગવંત રહે.
[૧૨૪૦] એકવીશ શબલ દોષો - ચારિત્રને અતિચાર વડે કલુષિત કરતાં કાબરચીતરું કરે તે શબલા - ક્રિયા વિશેષ. તે દોષો આ પ્રમાણે છે –(૧) હસ્તકર્મ કરે, (૨) મૈથુન સેવે, (૩) રાત્રિભોજન કરે, (૪) આધાકર્મ વાપરે, (૫) રાજપીંડ, (૬) ક્રીત, (૭) પ્રામિત્ય, (૮) અભ્યાહૃત, (૯) આચ્છેદ્ય - એ રાજપીંડાદિ આહાર વાપરે. (૧૦) પચ્ચક્ખાણ કરીને વારંવાર ખાય. (૧૧) છ માસમાં એક ગણમાંથી બીજા ગણામાં સંક્રમણ કરે. (૧૨) એક માસમાં ત્રણ વખત ઉદકલેપ કરે અથવા ત્રણ વખત માયા સ્થાનોને સ્પર્શે. (૧૩) પ્રાણાતિપાત આકુટ્ટિથી કરતો. (૧૪) જૂઠું બોલે. (૧૫) અદત્ત ગ્રહણ કરે. (૧૬) આંતરા રહિત પૃથ્વી ઉપર સ્થાન, શય્યા અને નૈષેધિકી કરે. (૧૭) સસ્નિગ્ધ સરજસ્ક ચિત્તવત્ શિલા-ઢેફું, કોલ આદિમાં રહેલ ધુણા ઉપર બેસે. (૧૮) સાંડસ પ્રાણ, બીજ આદિમાં સ્થાનાદિ કરે. (૧૯) મૂલ, કંદ, પુષ્પ, બીજ, હરિતને ભોગવે. (૨૦) વર્ષમાં દશ ઉદકલેપ કે દશ માયા સ્થાનોને સ્પર્શે. (૨૧) સચિત્ત ઉદક સ્પર્શિત હાથ, પાત્ર, કડછી, ભાજન આદિથી દેવાતા ભોજન-પાનને ગ્રહણ કરે અને ખાય. બાવીશ પરીષહ - તે પરીષહ અધ્યયનથી જાણવા. ઉક્ત દોષાદિને ભિક્ષુ પરિહાર વડે કે સહન કરવા વડે ઉપયોગવંત રહે.
[૧૨૪૧] ત્રેવીશ, સૂયગડાંગના ૨૩ - અધ્યયનો - તેમાંના સોળ તો સોળના ભેદમાં ‘સમય’ આદિ કહ્યા. સાત અધ્યયન તે પુંડરીક આદિ છે તે આ પ્રમાણે – પુંડરીક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન, અણગાર, આર્દ્ર અને નાલંદા. એ રીતે ૨૩-અધ્યયનો થયા. તથા રૂપમ - એક, તેનાથી અધિક અર્થાત્ ૨૩ થી અધિક તે ૨૪ થાય. તે દેવને વિશે કહ્યા. દીવ્યન્તિ - ક્રીડા કરે છે તે દેવ-ભવનપતિ આદિ. અથવા ત્રણ જગત્ વડે જેની સ્તવના કરાય છે, તે દેવ - ઋષભાદિ તીર્થંકર તે ચોવીશ અરહંતો અથવા ભવનપતિ દશ, વ્યંતર આઠ, જ્યોતિષ્ક પાંચ, વૈમાનિક - એક પ્રકારે એમ ચોવીશ કહ્યા.
[૧૨૪૨] જે ભિક્ષુ યથાવત્ પ્રરૂપણાદિ વડે ઉપયોગવંત રહે છે - ક્યાં? પચીશ ભાવનાઓમાં. તે અહીં મહાવ્રત વિષયક ઈર્યાસમિતિ આદિને પરિગ્રહણ કરાય છે.
પચીશ ભાવનાઓ આ પ્રમાણે છે – ઈર્યાસમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, આલોકિત પાન-ભોજન, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ એ પહેલાં વ્રતવિષયક પાંચ ભાવના કહી.
બીજા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે – ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક અને અનુવીચિ ભાષણતા. ત્રીજા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે – અવગ્રહસ્તમ જ્ઞાપનતા, અવગ્રહ અનનુજ્ઞાપનતા ઈત્યાદિ પાંચ ભાવનાઓ પૂર્વવત્ જાણવી.
ચોથા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે – સ્ત્રી પશુ પંડક સંસક્ત શયન આજ્ઞનનું વર્જન, સ્ત્રીકથા વિવર્જના, ઈત્યાદિ૫ ભાવના પૂર્વવત્. પાંચમાં વ્રત વિષયક પાંચ ભાવના - શ્રોત્રેન્દ્રિય આદિ પાંચનો રાગ છોડે.
૦ દશા શ્રુતસ્કંધના-૧૦, બૃહત્ કલ્પના-૬, વ્યવહારના - ૧૦ કુલ ૨૬ ઉદ્દેશા. તેમાં ભિક્ષુ ઉપયોગવંત રહે તો સંસારમાં ભ્રમણ ન કરે.
[૧૨૪૩] અણગારના ગુણો – વ્રત - ૬, ઈન્દ્રિય નિગ્રહ - ૫, ભાવ સત્ય - ૧, કરણ સત્ય - ૧, - ક્ષમતા - ૧, વિરાગતા - ૧, મન આદિ નિરોધ - ૩, કાય - ૬, યોગ યુક્તતા - ૧, વેદના સહેવી - ૧, મારણાંતિક અધ્યાસનતા - ૧ એમ ૨૭ થાય.
પ્રકલ્પ એટલે પ્રકૃષ્ટ કલ્પ - જેમાં સાધુના વ્યવહાર છે તે. તે અહીં આચારાંગ જ શસ્ત્રપરિજ્ઞાદિ અઠ્ઠાવીશ અધ્યયનરૂપ છે. તે આ પ્રમાણે– શસ્ત્ર પરિજ્ઞા, લોક વિજય, શીતોષ્ણીય, સમ્યક્ત્વ, આયંતિ, ધ્રુવ, વિમોહા, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા આ નવ અધ્યયનો. પિન્ડૈષણા, શય્યા, ઈર્યા, ભાષા, વસ્ત્ર, પાન એ છ અધ્યયનો.
સાત સપ્તૈક્ક, ભાવના, વિમુક્તિ, ઉદ્ઘાત, મનોદ્ઘાત અને ૨૮-મું આરોપણા જે નિશીથ નામે પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અઠ્ઠાવીશ ભેદે આચાર પ્રકલ્પ છે અથવા સમવાયાંગમાં કહેલા અઠ્ઠાવીસ અધ્યયનો જાણવા. તે બધાંને યથાવત્ આસેવના અને પ્રરૂપણાદિ પ્રકારથી ભિક્ષુ ઉપયોગવંત રહે.
[૧૨૪૪] પાપ ઉપાદાનરૂપ શ્રુત તે પાપશ્રુત, તેવા પ્રકારની આસક્તિ રૂપ તે પાપશ્રુત પ્રસંગ. તે અષ્ટાંગ નિમિત્ત સૂત્રાદિ વિષયના ભેદથી ૨૯ છે. આઠ નિમિત્ત અંગો તે દિવ્ય, ઉત્પાત, આંતરીક્ષ, ભૌમ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. આ આઠે સૂત્ર, વૃત્તિ, વાર્તિકથી ત્રણ ત્રણ ભેદે છે. તેથી ચોવીશ થયા. ગાંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વેદ, ધનુર્વેદ સહ ૨૯ ભેદો થાય. મોહનીય, નિમિત્તપણાથી આમાં વર્તે છે, તે મોહનીય સ્થાનો. તેના ત્રેવીશ ભેદો છે. જેમકે – (૧) પાણીની મધ્યે અવગાહીને ત્રસ અને પ્રાણોની હિંસા કરે છે. - X - (૩) મસ્તકને વેષ્ટન વડે વીંટીને સંક્લેશપૂર્વક મારે છે. ઈત્યાદિ - X - X - ૩૦ સ્થાનો મોહનીય કહ્યા છે. (જે પૂર્વે દશાશ્રુતસ્કંધ આગમમાં અને આવશ્યક સૂત્રની ટીકામાં અમે નોંધેલા જ છે. માટે અહીં પુનરુક્તિ કરવી નથી. જો કે અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે.)
જે ભિક્ષુ આ ૩૦ મોહનીયસ્થાનોના પરિહાર દ્વારથી ઉપયોગવાળા રહે, તે સંસારમાં પરિભ્રમણ કરતા નથી.
[૧૨૪૫] સિદ્ધા - સિદ્ધિપદને પ્રાપ્ત. તેમના અતિશાયી ગુણો તે સિદ્ધાદિ ગુણો કહેવાય. તે સંસ્થાનાદિ નિષેધરૂપ એકત્રીશ છે. પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદ, અકાય, અસંગ, અરુહ એ ૩૧ ગુણો સિદ્ધના થયા - અથવા -
દર્શનાવરણીય કર્મ - ૯, આયુ કર્મ - ૪, જ્ઞાનાવરણીય - ૫, અંતરાય - ૫, બાકીના બબ્બે ભેદો ક્ષીણ અભિલાપથી એ રીતે પણ ૩૧ થાય.
યોગ સંગ્રહ. યોગ - શુભ મન, વચન, કાય વ્યાપાર. સમ્યક્ પ્રકારે ગ્રહણ કરાય કે સ્વીકારાય તે યોગ બત્રીશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે– ૧. આલોચના, ૨. નિરપલાપ, ૩. આપત્તિમાં દૃઢ ધર્મતા, ૪. અનિશ્રિતોપ્રધાન, ૫. શિક્ષા, ૬. નિષ્પ્રતિકર્મતા, ૭. અજ્ઞાનતા, ૮. અલોભ, ૯. તિતિક્ષા, ૧૦. આર્જવા, ૧૧. શૂચી, ૧૨. સમ્યક્દૃષ્ટિ, ૧૩. સમાધિ, ૧૪. આચાર, ૧૫. વિનયવત્, ૧૬. ધૃતિમતી, ૧૭. સંવેગ, ૧૮. પ્રણિધિ, ૧૯. સુવિધિ, ૨૦. સંવર, ૨૧. આત્મદોષોપસંહાર, ૨૨. સર્વકામ વિરક્તતા, ૨૩. પ્રત્યાખ્યાન, ૨૪. વ્યુત્સર્ગ, ૨૫. અપ્રમાદ, ૨૬. લવાલવ, ૨૭. ધ્યાન, ૨૮. સંવેગ યોગ, ૨૯. મારણાંતિકના ઉદયમાં, ૩૦. સંગોના પરિજ્ઞાતા, ૩૧. પ્રાયશ્ચિત્તકરણ, ૩૨. મરણાંત આરાધના. ૦ તેંત્રીશ આશાતનાઓમાં ઉક્ત શબ્દાર્થોમાં, અરહંત આદિ વિષયોમાં છે, જે પ્રતિક્રમણ સૂત્રમાં પ્રસિદ્ધ છે. અથવા સમવાયાંગમાં પણ કહેલ છે. જે ભિક્ષુ તેમાં યથાયોગ સમ્યક્ શ્રદ્ધા વડે કે તેના પરિહાર વડે ઉપયોગવંત રહે છે, તે સંસારમાં ભ્રમણ કરતાં નથી.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati