Uttarajjhayana 1613
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1613
- Language
- Gujarati
1613
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૨૩ થી ૫૨૫ + વિવેચન [૩૨/નિર્યુક્તિ-૫૨૩ થી ૫૨૫ + વિવેચન]
પ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે૦ તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્વ્યતિરિક્ત. તેમાં તદ્વ્યતિરિક્ત દ્રવ્ય અપ્રમાદ - મદ્ય આદિ છે. ભાવથી પ્રમાદ તે નિદ્રા, વિકથા, કષાય અને વિષય જાણવા. - X - મદ્ય - મદ કરાવે છે તે, કાષ્ઠ પિષ્ઠ નિષ્પન્ન આદિ શબ્દથી આસવ આદિને લેવા. ભાવપ્રમાદના હેતુત્વથી દ્રવ્ય પ્રમાદ છે. ભાવને આશ્રીને નિદ્રા, વિકથા, કષાય અને વિષય તે પ્રમાદ છે.
તથા ‘સ્થાન’ નિક્ષેપમાં પ્રસ્તાવથી સ્થાન શબ્દ નામ આદિ પ્રત્યેક સાથે જોડવો. તેમાં દ્રવ્યસ્થાનમાં - નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્વ્યતિરિક્ત જે સચિત્તાદિ દ્રવ્યોનો આશ્રય તે દ્રવ્યસ્થાન.
ક્ષેત્રસ્થાન - ભરત આદિ ક્ષેત્ર કે ઉર્ધ્વલોકાદિ, જે ક્ષેત્રમાં સ્થાનને વિચારાય છે તે. અદ્ધા - કાળ, તે જે સ્થાનમાં રહે તે અદ્ધા સ્થાન અને તે પૃથ્વી આદિની ભવસ્થિતિ આદિ કે સમય, આવલિકાદિ. ઉર્ધ્વસ્થાન - કાયોત્સર્ગ આદિ. ઉપરતિ - વિરતી, તે સ્થાન જ્યાં આણે વિરતી ગ્રહણ કરી.
વસતિ - ઉપાશ્રય, તે ગામ આરામ આદિ સ્થાન. સંયમ - સામાયિક આદિ, તેનું સ્થાન. તે પ્રકર્ષ - અપકર્ષવત્ અધ્યવસાય રૂપ છે. જેમાં સંયમનું અવસ્થાન છે અને તે અસંખ્યેય ભેદથી છે. તેથી કહે છે – સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક એ ત્રણેના પ્રત્યેકના અસંખ્યેય લોકાકાશ પ્રદેશ પરિમણ સંયમ સ્થાનો છે. સૂક્ષ્મ સંપરાય સંયમ તો આંતમૌહૂર્તિક છે તેથી અંતર્મુહૂર્ત્ત સમય પરિમાણ તેના સ્થાનો છે. યથાખ્યાત સંયમ પ્રકર્ષ - અપકર્ષરહિત એકરૂપ છે, તેથી તેનું એક જ સ્થાન છે. એ પ્રમાણે સામાયિકાદિના અસંખ્યેય ભેદત્વથી સમુદાયરૂપ સંયમસ્થાનની પણ અસંખ્યેયભેદતા છે. માત્ર અહીં બૃહતર અસંખ્યેય લેવું કેમકે અસંખ્યાતોના અસંખ્યાત ભેદો છે.
પ્રગ્રહસ્થાન - પ્રકર્ષથી ગ્રહણ કરાય છે આનું વચન તે પ્રગ્રહ ઉપાદેય વાક્ય અધિપતિપણાંથી સ્થાપિત, તે લૌકીક અને લોકોત્તર સ્થાન છે. લૌકીક પાંચ ભેદે - રાજા, યુવરાજ, મહત્તર, અમાત્ય, કુમાર. લોકોત્તર પણ પાંચ ભેદે છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવૃત્તિ, સ્થવિર, ગણાવચ્છેદક.
યોધ સ્થાન, અચલ સ્થાન - આદિ સાંત આદિ પરમાણુ વગેરેના. ગણના સ્થાન - એક આદિ, સંઘાત સ્થાન - દ્રવ્યથી કંચૂક આદિ, ભાવસ્થાન - ઔદયિકાદિ. - X - હવે જે સ્થાન અહીં પ્રસ્તુત છે, તે કહે છે –