Uttarajjhayana 162
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 162
- Language
- Gujarati
162
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૦ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૦ + વિવેચન]
એષ્યતે - તે એષણા - એષણા શુદ્ધ, અનેષણીય - તેનાથી વિપરીત તેવા ભોજનનું અનુપાદાન - ગ્રહણ ન કરવું, કદાચ ગ્રહણ થાય તો પણ ભોજન ન કરવું, નૈગમ, સંગ્રહ, વ્યવહાર નયોના મતે અધ્યાસના - સહન કરવું, તેમ જાણવું. સ્થૂળદર્શી - ભૂખ વગેરેને સહેવું તે અન્નાદિના પરિહારરૂપ જ ઈચ્છે છે. શબ્દાદિ ત્રણ નયો અને ઋજુ સૂત્રના મતે પ્રાસુક અન્નાદિ, તે કલ્પ્યને ગ્રહણ કરતો ખાવા છતાં પણ અધ્યાસિત કરે છે, તેમ જાણવું. તે જ ભાવપ્રધાનતાથી ભાવ અધ્યાસના જ માને છે. તે માત્ર ન ખાનારને નથી, પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિથી સમતાવસ્થિતને પ્રાસુક અને એષણીય આહાર વડે ધર્મ્મધૂરાના વહન માટે ભોજન કરનારને પણ અધ્યાસના છે. હવે નયદ્વાર કહે છે –