Pramāṇa · Search · About · API

Uttarajjhayana 163

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 163

Language
Gujarati

163

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૧ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૧ + વિવેચન]
પર્વતના ઝરણાનું જળ પામીને ક્ષુધા આદિ પરીષહો ઉત્પન્ન થાય છે, તેને નૈગમ નય પરીષહ કહે છે. જો તે ક્ષુધાદિ ઉત્પાદક વસ્તુ ન હોત તો ક્ષુધા આદિ જ ન થાય. તેના અભાવે શું કોણ સહન કરશે, તેથી પરીષહનો અનુભવ જ થાય. તેથી તેના ભાવ ભાવિત્વથી પરીષહમાં તે પ્રધાન હોવાથી જ પરીષહ છે. - X - X -
બધાં ભેદોને કહેવા શક્ય નથી, તેથી કેટલાંક જ ભેદ કહે છે. તેમ બાકીના નયોમાં યથોક્ત શંકામાં કહેવું.
વેદના - ક્ષુધાદિ જનિત અસાતા વેદના, તેનાથી ઉત્પાદક પરીષહ. - X - X - વેદના - ક્ષુધાદિ અનુભવરૂપ છે. તેને આશ્રીને જીવમાં પરીષહ થાય તેમ ઋજુસૂત્રનય પણ માને છે. ઈત્યાદિ - X - X - તે જીવનો ધર્મ હોવાથી જીવમાં કહ્યો, અજીવમાં વેદના ન હોય, તેથી જીવમાં પરીષહ કહે છે. (નયના જ્ઞાન વિના આ વ્યાખ્યાઓ સમજવી કઠીન છે, માટે લખતા નથી.) હવે વર્તના દ્વાર કહે છે –