Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1625

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1625

Language
Gujarati

1625

વિવેચન–૧૨૫૦
આહાર - એષણીય અનશનાદિની અભિલાષા કરે. કેમકે આવા અનંતરોક્ત આહાર વડે ગુરુ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોને આરાધવાને સમર્થ થાય છે. સહાય - ગચ્છના અંતર્વર્તી સહચરને ઈચ્છે છે. નિપુણ - કુશળ, અર્થ - જીવાદિમાં, બુદ્ધિ - મતિ એટલે નિપુણાર્થ બુદ્ધિ, તેમાં નિપુણ - સુનિરૂપિતા ચેષ્ટા અને બુદ્ધિ જેની છે તે. સહાયકનું કથન કેમ કર્યું? સ્વચ્છંદ ઉપદેશાદિથી જ્ઞાનાદિ કારણ અને ગુરુ તથા વૃદ્ધની સેવાદિનો ભ્રંશ કરે, તેથી નિપુણ સહાયકને ઈચ્છે છે, તેમ કહ્યું. વિવેક - પૃથક્‌ભાવ તે સ્ત્રી આદિના સંસર્ગનો અભાવ. યોગ્ય - ઉચિત. તે વિવેક યોગ્ય. કેમકે વિવિક્ત ઉપાશ્રયમાં જ સ્ત્રી આદિ સંસર્ગથી ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં કઈ રીતે ગુરુ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોનો સંભવ થાય?
સમાધિની અભિલાષા કરે છે. આ સમાધિ - દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે, તેમાં દ્રવ્ય સમાધિ તે દૂધ અને સાકર આદિ દ્રવ્યોનો પરસ્પર અવિરોધથી અવસ્થાન. ભાવ સમાધિ તે જ્ઞાનાદિનું પરસ્પર અબાધા વડે અવસ્થાન. તેથી જ્ઞાનાદિને પ્રાપ્ત કરવાની કામના કરે છે.
કાળ આદિ દોષથી આવા પ્રકારની સહાયની અપ્રાપ્તિમાં શું કરે?

Linked texts (2)