Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1627

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1627

Language
Gujarati

1627

વિવેચન–૧૨૫૧
જો આ અર્થમાં નિપુણ બુદ્ધિ સહાયકને ન પામે. તે કેવા સહાયક હોય? જ્ઞાનાદિ ગુણો વડે અધિક હોય કે જ્ઞાનાદિ ગુણોને આશ્રીને સમાન હોય. ન પ્રાપ્ત થાય તો શું? એકલો - અસહાય, પાપ હેતુભૂત અનુષ્ઠાનોનો વિશેષથી પરિહાર કરે. સંયમ માર્ગમાં એકલો વિચરે. કેવી રીતે? વિષયોમાં પ્રતિબંધ ન કરતો, આ તેવા પ્રકારના ગીતાર્થ સાધુને આશ્રીને છે. અન્યથા આગમમાં એકાકી વિહારનો નિષેધ કરેલો છે. આના વડે આહાર અને વસતિ વિષયક અપવાદ પણ કહેલો જાણવો. અહીં પ્રસંગથી જ્ઞાનાદિનો દુઃખ પ્રમોક્ષ ઉપાયત્વ કહેલ છે. તેના પણ મોહાદિ ક્ષય નિબંધનત્વથી તેના ક્ષયના પ્રાધાન્યથી દુઃખ પ્રમોક્ષ હેતુત્વને જણાવે છે. જે રીતે તેનો સંભવ છે, જે રીતે દુઃખ હેતુત્વ છે, જે રીતે દુઃખના પ્રસંગથી તેનો અભાવ છે, તેને જણાવવાને માટે કહે છે –

Linked texts (2)