Pramāṇa · Search · About · API

Uttarajjhayana 164

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 164

Language
Gujarati

164

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૨ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૨ + વિવેચન]
ઉત્કૃષ્ટ પદે વિચારતા ૨૦ પરીષહો પ્રાણીને વર્તે છે. જઘન્યપદને આશ્રીને એક પરીષહ છે, પણ ઉત્કૃષ્ટપદે ૨૨-એકસાથે ન વર્તે, તે કહે છે – શીત અને ઉષ્ણ, ચર્યા અને નૈષેધિકી એક કાળે ન વર્તે, કેમકે પરસ્પર પરિહાર સ્થિતિલક્ષણત્વથી આમ કહ્યું. તેથી યુગપત્‌ ન વર્તે. - X - X - (શંકા) નૈષેધિકીવત્‌ શય્યા પણ ચર્યાથી કેમ વિરુદ્ધ ન થાય? નિરોધ - બાધાદિથી તો અંગનિકાદિથી પણ તેના સંભવથી નૈષેધિકી, સ્વાધ્યાય આદિની ભૂમિ. તે પ્રાયઃ સ્થિરતામાં જ અનુજ્ઞાતા છે, તેથી તેનો જ ચર્યા સાથે વિરોધ થાય. હવે કાળદ્વાર કહે છે –