Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1632

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1632

Language
Gujarati

1632

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૫૬ થી ૧૨૬૬ [૩૨/૧૨૫૬ થી ૧૨૬૬]
[૧૨૫૬] રસોનો ઉપયોગ પ્રકામ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ મનુષ્યને માટે દૃપ્તિકર - ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસક્ત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષને પક્ષી પીડે છે.
[૧૨૫૭] જેમ પ્રચંડ પવનની સાથે પ્રચૂર ઈંધણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે પ્રકામ ભોજીનો ઈન્દ્રિયાગ્નિ શાંત થતો નથી. બ્રહ્મચારીને માટે પ્રકામ ભોજન ક્યારેય પણ હિતકર નથી.
[૧૨૫૮] જે વિવિક્ત શય્યાસનથી યંત્રિત છે, જે અલ્પભોજી છે, તે જિતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરી શકતા નથી. જેમ ઔષધિથી પરાજિત વ્યાધિ ફરી શરીરને આક્રાંત કરતી નથી.
[૧૨૫૯] જે પ્રકારે બિલાડાના નિવાસ-સ્થાનો પાસે ઉંદરોનું રહેવું પ્રશસ્ત - હિતકર નથી, તે જ પ્રકારે સ્ત્રીઓના નિવાસ-સ્થાન પાસે બ્રહ્મચારીનું રહેવું પણ પ્રશસ્ત નથી.
[૧૨૬૦] શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ચેષ્ટા અને કટાક્ષને મનમાં નિવિષ્ટ કરીને જોવાનો પ્રયત્ન ન કરે.
[૧૨૬૧] જે સદા બ્રહ્મચર્યમાં લીન છે, તેમને માટે સ્ત્રીઓનું અદર્શન, અપ્રાર્થન, અચિંતન, અકિર્તન હીતકર છે. આર્યધ્યાનને માટે ઉપયુક્ત છે.
[૧૨૬૨] જો કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિને અલંકૃત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, તો પણ એકાંત હિતની દૃષ્ટિથી મુનિને માટે વિવિક્તવાસ જ પ્રશસ્ત છે.
[૧૨૬૩] મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને માટે લોકમાં એવું કંઈ પણ દુસ્તર નથી, જે પ્રમાણે અજ્ઞાનીઓના મનનું હરણ કરનારી સ્ત્રીઓ દુસ્તર છે.
[૧૨૬૪] સ્ત્રી વિષયક આ ઉપર્યુક્ત સંસર્ગોનું સમ્યક્‌ અતિક્રમણ કરવાથી સંબંધોનું અતિક્રમણ તેમજ સુખોત્તર થઈ જાય છે. જે પ્રમાણે મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદીઓને તરવી સહેલી છે.
[૧૨૬૫] સમસ્ત લોકના દેવતાઓના પણ જે કંઈ પણ શારીરિક અને માનસિક દુઃખ છે, તે બધાં કામાસક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃખોનો અંત કરી શકે છે.
[૧૨૬૬] જેમ કિંપાક ફળ રસ અને રૂપ રંગની દૃષ્ટિથી જોવા અને ખાવામાં મનોરમ હોય છે, પણ પરિણામમાં જીવનનો અંત કરી દે છે. કામગુણો પણ અંતિમ પરિણામમાં તેવા જ હોય છે.

Linked texts (1)