Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1633

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1633

Language
Gujarati

1633

વિવેચન–૧૨૫૬ થી ૧૨૬૬
રસ ઈત્યાદિ અગિયાર સૂત્રો છે. તેનો ગાથાર્થ અહીં સ્પષ્ટ કહેલો છે. તેથી વૃત્તિમાં કહેવાયેલ જેકંઈ વિશેષ છે, તે અહીં નોંધીએ છીએ.
[૧૨૫૬] રસ - દૂધ આદિ વિગઈઓ. પ્રકામ - અત્યર્થ, ઘણાં પ્રમાણમાં. ન નિષેવિતવ્યા - ખાવી ન જોઈએ. અહીં ‘પ્રકામ’ શબ્દનું ગ્રહણ વાત આદિ ક્ષોભના નિવારણ માટે રસ ભોગવવા જોઈએ જ. પણ નિષ્કારણ ભોગવવાનો નિષેધ છે, તેમ જણાવવાને માટે છે.
આવો ઉપદેશ શા માટે? બહુલતાથી રસ - વિગઈ ભોગવનારા દૃપ્તિકર - ઉન્માદ વધારનારા થાય છે. દપ્ત નો અર્થ પણ છે અથવા દીપ્ત - દીપવું તે, મોહરૂપ અગ્નિ વડે બળવું, તેને કરવાના સ્વભાવવાળા તે દીપ્તકર. કોને? પુરુષોને, ઉપલક્ષણથી સ્ત્રીઓને. તેનો ઉપભોગ કરનાર મોહરૂપી અગ્નિને ઉદીરે છે. - X - X -
એ પ્રમાણે શો દોષ છે? તે કહે છે – દૃપ્ત અથવા દીપ્ત મનુષ્યો વિષયો વડે પરાજિત થાય છે. તથાવિધ સ્ત્રી આદિને અભિલાષ કરવા યોગ્ય આદિ થાય છે. કોની જેમ? અહીં દૃષ્ટાંત આપે છે, તે આ રીતે –
જેમ કોઈ વૃક્ષ મધુર ફળથી યુક્ત વૃક્ષ હોય, તેને પક્ષીઓ ઉત્પિડીત કરે છે તેમ. અહીં વૃક્ષની ઉપમાથી પુરુષાદિ લેવા. સ્વાદુ ફળને તુષ્ય દૃપ્ત કે દીપ્તપણું લેવું. પક્ષી સદૃશ ‘કામ’ને જાણવું.
આના વડે રસ પ્રકામ ભોજનમાં દોષો કહ્યા. હવે સામાન્યથી જ પ્રકામ ભોજનમાં દોષ કહે છે –
[૧૨૫૭] દવાગ્નિ - દાવાનળ, વનના ઉપાદાનથી ક્યારેક વસતિમાં પણ તેમજ જાણવું. સમારુત - વાયુ સહિત, ઉપશમ - અગ્નિનું શાંત થવું. તેમ આ ઉપમાથી ઈન્દ્રિય જનિત રાગ, તે જ અનર્થ હેતુથી અહીં વિચારવો. તે અગ્નિની જેમ ધર્મવનને બળવાથી ‘ઈન્દ્રિયાગ્નિ’ કહ્યો. તે અતિ માત્રામાં આહાર કરનાર - પ્રકામભોજી રૂપ પવનથી પ્રાયઃ તેને ઘણો ઉદીરે છે. તેથી પ્રકામભોજીત્વ બ્રહ્મચારીને હિતને માટે ન થાય, કેમકે તે બ્રહ્મચર્યના વિઘાતકપણાથી અતિ સુસ્થિતને પણ બાળે છે. આના વડે પ્રકામ ભોજનનો પરિહાર બતાવ્યો. હવે રાગને ઉદ્ધરવા માટે જેનો પરિહાર કરવો જોઈએ તેને આશ્રીને જે અતિ યત્નપૂર્વક કરવું જોઈએ, તે કહે છે –
[૧૨૫૮] વિવિક્ત - સ્ત્રી આદિ રહિત, શય્યા - વસતિ, તેમાં અવસ્થાન, તેના વડે નિયંત્રિત. ઓમાસણા - તેમાં અવમ એટલે ન્યૂન, અશન - આહાર, તેનો જે ભાવ તે ઉણોદરીક્ત રૂપ છે. તેના વડે વશીકર કરાયેલ ઈન્દ્રિયો જેના વડે છે તે દમિતેન્દ્રિય૦ રાગ કે જે શત્રુની માફક અભિભવ હેતુપણે હોવાથી ‘રાગશત્રુ’ પરાભવ કરે છે. કોનો? ચિત્તનો. - X - આના વડે વિવિક્ત શયનાસન આદિનું વિધેયત્વ કહ્યું. હવે વિવિક્ત શયન-આસનમાં યત્ન કરવાનું કહી વિપર્યયમાં દોષ કહે છે–
[૧૨૫૯] જેમ બિલાડાનો આશ્રય - રહેવાનું સ્થાન, તેના મૂલ - સમીપે ઉંદરો રહે તો તેમને માટે પ્રશસ્ત થતું નથી. કેમકે તેમને ત્યાં અવશ્ય અપાય સંભવે છે. એ પ્રમાણે સ્ત્રીઓ અને ઉપલક્ષણથી નપુંસકોના નિવાસમાં બ્રહ્મચારીને રહેવું યુક્ત નથી. તેમાં બ્રહ્મચર્યમાં બાધા સંભવે.
વિવિક્ત શય્યામાં રહેવા છતાં કદાચિત્‌ સ્ત્રીનો સંપાત (યોગ) થાય તો તેણે જે કરવું જોઈએ, તે કહે છે –
[૧૨૬૦] રૂપ - સુસંસ્થાનતા, લાવણ્ય - નયન અને મનને આહ્લાદક ગુણ, વિલાસ - વિશિષ્ટ નેપથ્ય રચનાદિ. હાસ - કપોલ વિકાસાદિ, જલ્પિત - મન્મન, ઉલ્લાપ આદિ. ઈંગિત - અંગભંગ આદિ, વીક્ષિત - કટાક્ષ. ઉક્ત બધું સ્ત્રી સંબંધી જાણવું. તેને મનમાં સ્થાપીને અહો! સુંદર છે. એમ વિકલ્પો ન કરવા. તેને ઈન્દ્રિયનો વિષય ન બનાવવો. અહીં સૂત્રકારશ્રીએ ‘ચિત્તમાં નિવેશીને’ એમ કહીને જણાવેલ છે કે - રાગાદિના જોડાણ વિના સ્ત્રીઓના રૂપ આદિનું દર્શન દોષને માટે થતું નથી. આવો ઉપદેશ કેમ આપ્યો? તે કહે છે –
[૧૨૬૧] અદર્શન - એટલે ઈન્દ્રિયનું અવિષયીકરણ, અપ્રાર્થન - અભિલાષા ન કરવી, અચિંતન - રૂપાદિને ન પરિભાવવું તે, અકીર્તન - સ્ત્રીનું વર્ણન ન કરવું અને તે નામથી અને ગુણથી સ્ત્રીજનનું આર્યધ્યાન. એ બધું સર્વકાળ બ્રહ્મવ્રતમાં આસક્તોને હિતકર છે. - X -
વિકારના હેતુથી જેના ચિત્તમાં વિક્રિયા થતી નથી તે જ ધીર છે. તો પછી રાગને ઉદ્ધરવા માટે શા માટે વિવિક્ત શયન, આસનતા ધારણ કરવી જોઈએ? તે આશંકા કરતા કહે છે –
[૧૨૬૨] દેવી - અપ્સરા, મનુષ્યની સ્ત્રી તો શું પણ અલંકૃતા અપ્સરા પણ ક્ષોભ પમાડવા - સંયમથી ચલિત કરવાને સમર્થ નથી. કોને? મનોગુપ્તિ આદિથી ગુપ્ત મુનિને. તો પણ એકાંત હિતકર જાણીને કહે છે કે – કેટલાંક અભ્યસ્ત યોગી પણ તેમના સંગથી ક્ષોભ પામે છે. જેઓ ક્ષોભ નથી પામતા તેઓ પણ સ્ત્રી સંસક્ત વસતિવાસમાં અવર્ણાદિ દોષના ભાગી થાય છે. એમ પરિભાવના કરીને વિવિક્ત શય્યાસન જ મુનિને પ્રશસ્ત છે, તેમ ગણધરાદિ વડે પ્રશંસા કરાયેલ છે. તેથી તેનો જ આશ્રય કરવો જોઈએ.
આના સમર્થનને માટે જ સ્ત્રીઓનું દુરતિક્રમત્વ કહે છે –
[૧૨૬૩] મુક્તિના અભિલાષીને પણ, ચતુર્ગતિ રૂપ સંસારથી ભય પામેલા તે સંસારભીરુને, શ્રુતધર્માદિમાં સ્થિત હોય તો કંઈ દુસ્તર દુરાતિક્રમ આ લોકમાં નથી. જે પ્રમાણે સ્ત્રીઓ નિર્વિવેક ચિત્તવાળા અજ્ઞાનીને દુસ્તર છે. અહીં દુસ્તરત્વનો હેતુ બાલમનોહરપણું છે. તેથી સ્ત્રીઓની અતિ દુસ્તરત્વને જાણીને તેના પરિહાર કરવા વડે વિવિક્ત શય્યા અને આસન જ કલ્યાણકારી છે.
જો સ્ત્રીસંગના અતિક્રમને માટે આ ઉપાય ઉપદેશ્યો છે, તો બાકીના સંગના અતિક્રમણાર્થે કેમ કંઈ ઉપદેશ કરતા નથી? તે કહે છે–
[૧૨૬૪] સ્ત્રી વિષયક સંબંધોનું ઉલ્લંઘન કરવાથી બાકીના દ્રવ્ય આદિ સંગો ઉલ્લંઘિત જ છે. બધાં સંગો રાગરૂપપણામાં સમાન હોવા છતાં આ બધામાં સ્ત્રીસંગ જ પ્રધાનપણે છે. તેનું દૃષ્ટાંત કહે છે –
જો કોઈ સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરી દે, તો તેને વીર્યાતિશયના યોગથી ગંગા સમાન મહાનદી પાર કરવી સરળ છે. તેમ સ્ત્રી સંગના પરિહારથી બીજા સંગોને તજવાનું સરળ છે. - X - X - રાગના પરાજય માટે શા માટે આ પ્રમાણે ઉપદેશ કરેલ છે? તેવી આશંકા કરીને રાગના દુઃખ હેતુત્વને દર્શાવે છે –
[૧૨૬૫] કામ - વિષયો, તેમાં અનુગૃદ્ધિ - સતત અભિકાંક્ષા, અનુભવ, અનુબંધ ઈત્યાદિ. તે કામગૃદ્ધિથી ઉત્પન્ન દુઃખ કે અસાતા લોકના બધાં પ્રાણીગણને છે. તે દુઃખ કેવું છે? કાયિક - રોગ આદિ, માનસિક - ઈષ્ટ વિયોગાદિથી જન્ય. આ બંને દુઃખનો અંત વીતરાગતા-કામાનુગૃદ્ધિના ચાલી જવાથી થાય, તેવું કહેલ છે.
‘કામ’ સુખરૂપ પણે જ અનુભવાય છે, તો શા માટે કામાનુગૃદ્ધિથી ઉત્પન્ન દુઃખ એમ કહેલ છે?
[૧૨૬૬] જેમ કિંપાક - વૃક્ષ વિશેષ, તેના ફળો મનોરમ - હૃદયંગમ અને આસ્વાદ્ય, રુચિર રક્તાદિ વર્ણવાળા, સુ-ગંધવાળા હોય છે છતાં તેના ભોગવતા જીવિતનો અંત લાવે છે. તે અધ્યવસાનાદિથી કે ઉપક્રમ કારણોથી વિનાશ કરવાને માટે સમર્થ છે. તેથી તે જીવિત - આયુને વિપાક અવસ્થા પ્રાપ્ત કરવામાં - મરણાંત દુઃખદાયીતામાં સમર્થ છે.
આ ઉપમાથી સમજાવે છે કે - કામગુણો કિંપાક ફળ સમાન છે, વિપાક - ફળ પ્રદાન કાળમાં. કિંપાક ફળની માફક આ કામભોગો પણ ભોગવતી વેળા મનોરમ છે, પણ વિપાક અવસ્થામાં તે નરકાદિ દુર્ગતિના દુઃખ આપવા પણાથી અત્યંત દારુણ જ છે. તેથી દેખાવમાં મનોરમ હોવાથી ભલે સુખદાયી દેખાય, પણ પરિણામે અન્યથા ભાવવાળા જ છે. અહીં ઘણાં ગૃહસ્થાનના અનુયાયિત્વથી રાગના પ્રાધાન્યથી કેવળ આના જ ઉદ્ધરણનો ઉપાય બતાવીને હવે તેના જ દ્વેષ સહિતને જણાવવાને માટે દમિતેન્દ્રિયત્વને બતાવે છે –

Linked texts (2)