Uttarajjhayana 1635
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1635
- Language
- Gujarati
1635
વિવેચન–૧૨૬૭
જે ચક્ષુ આદિ ઈન્દ્રિયોના રૂપાદિ વિષયો છે તેવા મનોરમ વિષયોમાં અભિસંધિ ન કરે અર્થાત્ ઈન્દ્રિયોને પ્રવર્તાવે નહીં, તેમજ અમનોરમ ચિત્તમાં પણ ઈન્દ્રિયોને ન પ્રવર્તાવે. આ બંને વાક્યો દ્વારા ઈન્દ્રિય દમન કહ્યું. સમાધિ - ચિત્તની એકાગ્રતા, તે રાગદ્વેષના અભાવમાં જ થાય છે. તેથી રાગ-દ્વેષના ઉદ્ધરણનો અભિલાષી શ્રમણ-તપસ્વી (ઈન્દ્રિયના વિષયોથી દૂર રહે.) - X - X - રાગદ્વેષના ઉદ્ધરણનો ઉપાય વિવિક્ત શય્યા-સામાન્યથી એકાંત શય્યા લેવી, તેનું અવસ્થાન જ તેના ઉદ્ધરણનો ઉપાય છે. એ પ્રમાણે પ્રકામભોજીને પણ મદથી દ્વેષનો સંભવ છે. તેથી ઉણોદરીતાને અહીં ભાવવી જોઈએ. આ રીતે રાગદ્વેષ ઉદ્ધરણની ઈચ્છાવાળો વિષયોથી ઈન્દ્રિયોને નિવર્તાવે - અટકાવે એમ ઉપદેશ કર્યો. હવે વિષયોમાં પ્રવર્તવાથી રાગ અને દ્વેષના અનુદ્ધરણમાં જે દોષ છે, તે પ્રત્યેક ઈન્દ્રિયો અને મનને આશ્રીને દર્શાવવાને માટે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati