Uttarajjhayana 1636
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1636
- Language
- Gujarati
1636
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૬૮ થી ૧૩૪૫ [૩૨/૧૨૬૮ થી ૧૩૪૫]
[૧૨૬૮] ચક્ષુનો ગ્રાહ્ય વિષય રૂપ છે, જે રૂપ રાગનું કારણ હોય છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રૂપ દ્વેષનું કારણ હોય છે, તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ છે, તે વીતરાગ છે.
[૧૨૬૯] ચક્ષુ રૂપનો ગ્રાહક છે અને રૂપ એ ચક્ષુનો ગ્રાહ્ય વિષય છે, જે રાગનું કારણ છે, તેને મોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે.
[૧૨૭૦] જે મનોજ્ઞ રૂપમાં તીવ્ર રૂપે ગૃદ્ધિ રાખે છે, તે રાગાતુર અકાળમાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. જેમ પ્રકાશ લોલુપ પતંગીયું પ્રકાશના રૂપમાં આસક્ત થઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે.
[૧૨૭૧] જે અમનોજ્ઞ રૂપ પ્રતિ તીવ્ર રૂપથી દ્વેષ કરે છે, તે તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત દ્વેષથી દુઃખને પ્રાપ્ત થાય છે. તેમાં રૂપનો કોઈ જ અપરાધ નથી.
[૧૨૭૨] જે સુંદર રૂપમાં એકાંતે આસક્ત થાય છે અને અતાદૃશ રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતાં નથી.
[૧૨૭૩] મનોજ્ઞ રૂપની આશાનું અનુગમ જ કરનારો અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જે અધિક મહત્વ દેનાર ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પરિતાપ આપે છે અને પીડા પહોંચાડે છે.
[૧૨૭૪] રૂપમાં અનુપાત અને પરિગ્રહને કારણે રૂપના ઉત્પાદનમાં સંરક્ષણમાં, સંનિયોગમાં તથ્ય વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી? તેને ઉપભોગકાળમાં પણ તૃપ્તિ મળતી નથી.
[૧૨૭૫] રૂપમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પામતો નથી. તે અસંતોષ દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બીજાની વસ્તુને ચોરે છે.
[૧૨૭૬] રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણાથી અભિભૂત થઈ તે બીજાની વસ્તુનું અપહરણ કરે છે. લોભદોષથી તેનું કપટ અને જૂઠ વધે છે. પરંતુ કપટ અને જૂઠનો પ્રયોગ કરવા છતાં તે દુઃખથી મુક્ત થતો નથી.
[૧૨૭૭] જૂઠ બોલતાં પહેલાં, તેની પછી અને બોલવાના સમયમાં પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ થાય છે. એ પ્રમાણે રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનારો દુઃખી અને આશ્રયહીન થાય છે.
[૧૨૭૮] આ પ્રમાણે રૂપમાં અનુરક્ત મનુષ્યને ક્યાં, ક્યારે અને કેટલું સુખ થશે? જે પામવાને માટે મનુષ્ય દુઃખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ જ થાય છે.
[૧૨૭૯] આ પ્રમાણે રૂપ પ્રતિ દ્વેષ કરાર પણ ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરાને પ્રાપ્ત થાય છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે.
[૧૨૮૦] રૂપમાં વિરક્ત મનુષ્ય શોક સહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં પણ લિપ્ત થતો નથી. જેમ જળાશયમાં કમળનું પત્ર જળથી લિપ્ત થતું નથી.
[૧૨૮૧] શ્રોત્રનું ગ્રહણ શબ્દ છે, જે શબ્દ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે. જે શબ્દ દ્વેષમાં કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. તેમાં જે સમ છે તે વીતરાગ છે.
[૧૨૮૨] શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે. શબ્દ શ્રોત્રનો ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, દ્વેષનું કારણ છે તે અમનોજ્ઞ કહેવાય છે.
[૧૨૮૩] જે મનોજ્ઞ શબ્દમાં તીવ્ર રૂપે આસક્ત છે, તે રાગાતુર અકાળમાં જ વિનાશને પામે છે. જેમ શબ્દમાં અતૃપ્ત મુગ્ધ હરણ મૃત્યુને પામે છે.
[૧૨૮૪] જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત દ્વેષથી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ અપરાધ નથી.
[૧૨૮૫] જે પ્રિય શબ્દોમાં એકાંત આસક્ત થાય છે અને અપ્રિય શબ્દોમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત મુનિ તેમાં લેપાતા નથી.
[૧૨૮૬] શબ્દની આશાનો અનુગામી અનેક રૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જ મુખ્ય માનનારો ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેને પરિતાપ આપે છે, પીડા પહોંચાડે છે.
[૧૨૮૭] શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણે શબ્દના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં છે? તેને ઉપભોગ કાળમાં પણ તૃપ્તિ મળતી નથી.
[૧૨૮૮] શબ્દમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પ્રાપ્ત થતાં નથી. તે અસંતોષના દોષથી દુઃખી અને લોભગ્રસ્ત બીજાને વસ્તુને ચોરે છે.
[૧૨૮૯] શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃષ્ણાથી પરાજિત બીજાની વસ્તુઓનું અપહરણ કરે છે. લોભના દોષથી કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી.
[૧૨૯૦] જૂઠ બોલતા પહેલા, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય છે. આ પ્રમાણે શબ્દમાં અતૃપ્ત ચોરી કરતો એવો દુઃખી અને આશ્રયહીન થઈ જાય છે.
[૧૨૯૧] આ પ્રમાણે શબ્દમાં અનુરક્તને ક્યાં? ક્યારે? અને કેટલું સુખ થશે? જે ઉપભોગને માટે તે દુઃખ સહે છે, તે ઉપભોગમાં પણ ક્લેશ અને દુઃખ જ થાય છે.
[૧૨૯૨] આ પ્રમાણે જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે ક્રમશઃ અનેક દુઃખોની પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે જ કર્મો વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે.
[૧૨૯૩] શબ્દમાં વિરક્ત મનુષ્ય શોક રહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં પણ લેપાતો નથી. જેમ જળાશયમાં કમલપત્ર જળથી૦
[૧૨૯૪ થી ૧૩૦૬] ઘ્રાણનો વિષય ગંધ છે, જે ગંધ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે ગંધ દ્વેષમાં કારણ થાય છે, તેને અમનોજ્ઞ કહે છે૦ ઈત્યાદિ - ૧૩ - સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩-૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને ઘ્રાણ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને ‘ગંધ’ કહેવી. બાકી આલાવા પૂર્વવત્.
[૧૩૦૭ થી ૧૩૧૯] જિહ્વાનો વિષય રસ છે. જે રસ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રસ દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે૦ ઈત્યાદિ - ૧૩ - સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩-૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને જિહ્વા કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને ‘રસ’ કહેવો. બાકી આલાવા પૂર્વવત્.
[૧૩૨૦ થી ૧૩૩૨] કાયાનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે સ્પર્શ દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહે છે૦ ઈત્યાદિ - ૧૩ - સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩-૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને ‘કાય’ કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને ‘સ્પર્શ’ કહેવો. બાકી આલાવા પૂર્વવત્.
[૧૩૩૩ થી ૧૩૪૫] મનનો વિષય ભાવ છે. જે ભાવ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે ભાવ દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે૦ ઈત્યાદિ - ૧૩ - સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલા ૧૩-૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ અને શ્રોત્રના સ્થાને ‘મન’ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને ‘ભાવ’ કહેવો. બાકી આલાવા પૂર્વવત્.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit