Uttarajjhayana 165
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 165
- Language
- Gujarati
165
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૩ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૩ + વિવેચન]
વર્ષલક્ષણ કાળ પરિમાણને આશ્રીને પરીષહ થાય છે, તેમ નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયના મતથી ઉક્ત ન્યાયથી તેની ઉત્પાદક વસ્તુ પણ પરીષહને ઈચ્છે છે, તેથી આટલી કાળસ્થિતિ સંભવે છે. પ્રાકૃતત્વથી તે અંતર્મુહૂર્ત્ત થાય છે. ઋજુસૂત્રથી વિચારતા તે વેદના પરીષહ જ કહે છે. તે ઉપયોગ રૂપ છે. ઉપયોગ આંતર્મુહૂર્તિક જ છે. આદિ ત્રણ ભેદના મતથી એક સમય પરીષહ થાય છે, તે પણ ઉક્ત નીતિથી વેદના ઉપયુક્ત આત્માને જ પરીષહ માને છે. - X - વર્ષાગ્રતઃ ત્રણના પરીષહને દૃષ્ટાંતથી કહે છે –