Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1643

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1643

Language
Gujarati

1643

વિવેચન–૧૩૪૮, ૧૩૪૯
ક્રોધ, માન, માયા અને લોભ, જુગુપ્સા - દુગંછા, અરતિ એટલે અસ્વાસ્થ્ય, રતિ - વિષયાસક્તિરૂપ, હાસ્ય - હોઠના વિકારરૂપ, ભય, શોક અને વેદાદિમાં શોક - પ્રિયના વિયોગથી જન્મેલ મનોદુઃખરૂપ, વેદ - વિષયનો અભિલાષ, વિવિધ પ્રકારના હર્ષ, વિષાદાદિ ભાવોને પ્રાપ્ત કરે છે. આના વડે રાગદ્વેષવાળા લક્ષણોથી અનેક પ્રકારના ઘણાં ભેદવાળા અનંતાનુબંધી આદિ ભેદથી અને તારાતમ્ય ભેદથી ઉક્ત પ્રકારના વિકારોને શબ્દાદિમાં આસક્ત કે ઉપલક્ષણથી દ્વેષવાળા પામે છે.
બીજું આ ક્રોધાદિ જનિત પરિતાપ અને દુર્ગતિમાં પડવું પણ થાય છે. તે કારુણ્યથી દીન થાય છે, લજ્જિત થાય છે. ક્રોધને પામેલો આલોકમાં જ પ્રીતિ વિનાશાદિને અનુભવે છે. પરલોકમાં અતિ કટુ વિપાકને પામતો પ્રાયઃ અતિ દિનતા અને લજ્જાનો ભાગી થાય છે. તે-તે દોષથી દુષ્ટત્વથી અપ્રીતિનો ભાજ્ય થાય છે.
એ પ્રમાણે રાગદ્વેષથી આવા દુઃખને પામે છે. બીજા પ્રકારથી તેના ઉદ્ધરણના ઉપાયને બતાવીને તેનાથી વિપરીત દોષ દર્શાવતા કહે છે.

Linked texts (2)