Uttarajjhayana 1645
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1645
- Language
- Gujarati
1645
વિવેચન–૧૩૫૦
કલ્પ્ય - સ્વાધ્યાયાદિ ક્રિયામાં સમર્થ થાય તે કલ્પ - યોગ્ય, તેવા શિષ્યાદિની પણ ઈચ્છા ન કરે. સહાયમાં લિપ્સુ એટલે ‘મને આ શરીર સંબાધનાદિ સાહાય્ય કરશે’ એવી અભિલાષાવાળો શિષ્યને ન ઈચ્છે. વ્રત લઈને તપ વડે અથવા ઉત્તરકાળના અનુતાપને સ્વીકારીને અર્થાત્ ‘મેં કેમ આવું કષ્ટ સ્વીકાર્યું?’ એવી ચિત્તની બાધારૂપ કે બીજા ભાવોમાં ભોગની સ્પૃહાવાળો થઈને તપના પ્રભાવનો ઉચ્છેદ ન કરે.
આ લોકમાં આમર્ષૌષધિ આદિ લબ્ધિ અને બીજા ભવમાં શક્ર કે ચક્રવર્તી આદિ વિભૂતિ વ્રત અથવા તપથી થાય છે, છતાં તેનો નિષેધ શા માટે કરે છે? આ પ્રકારથી અપરિમિત ભેદે વિકારાદિ દોષોને પ્રાપ્ત કરે છે. કોણ? ધર્મ સર્વસ્વના અપહરણથી ઈન્દ્રિય ચોરો, ઉક્ત વિશેષણ વિશિષ્ટ કલ્પ્ય અને તપના પ્રભાવની વાંછાથી ઉક્ત દોષોને પામે છે. વળી ઈન્દ્રિય વિષયોની ઉત્તરોત્તર અભિલાષાથી સંયમ પ્રત્યે ચિત્તની વિપ્લુતિ આદિ દોષો પણ સંભવે છે. એ પ્રમાણે કહેતા આ આશય છે –
અનુગ્રહ બુદ્ધિથી કલ્પને અને પુષ્ટ આલંબનમાં તપના પ્રભાવને વાંછતો પણ દોષ નથી. અથવા ઉક્ત રૂપ કલ્પની સહાયને ન ઈચ્છે કે મને ધર્મમાં સહાયક થશે તેમ પણ ન વિચારે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે. આના વડે રાગના હેતુના પરિહરણનો ઉપાય કહ્યો. આવા બીજા રાગ હેતુનો પણ પરિહાર કરવો. એ રીતે તેના ઉદ્ધરણનો ઉપાય અને તેમ ન કરવામાં દોષને કહ્યો.
હવે બીજા દોષની હેતુતાને જણાવીને ઉક્ત કથનનું સમર્થન કરે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati