Pramāṇa · Search · About · API

Uttarajjhayana 166

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 166

Language
Gujarati

166

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૪ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૪ + વિવેચન]
કંડૂતિમ્‌ - ખંજવાળ, ભોજન અરૂચિરૂપ, આંખમાં દુઃખનો અનુભવ, પેટમાં શૂળાદિ વેદનારૂપ, ખાંસી, શ્વાસ, તાવ એ વેદના ૭૦૦ વર્ષ સહેલ છે. આના વડે સનત્કુમાર ચક્રવર્તીનું ઉદાહરણ સૂચવેલ છે. તે મહાત્માની શક્રએ પ્રશંસા કરી. તે ન સહન થવાથી બે દેવો આવ્યા. તેમણે શરીરમાં રોગ ઉત્પન્ન થયાનું સનત્કુમારને કહ્યું. વૈરાગ્ય ઉત્પન્ન થતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી. પ્રતિક્ષણ નવો-નવો સંવેગ વધતો ગયો. મધુકર વૃત્તિથી જ જેવા પ્રાપ્ત થાય તેવા અન્ન, પાન વડે સમભાવે ઉપરોક્ત સાતે વેદનાથી પીડાતા શરીર છતાં સંયમથી જરા પણ ચલિત ન થાય. ફરી તેના સત્વની પરીક્ષા માટે વૈદ્યનો વેશ લઈ તે દેવો આવ્યા. તેમને સ્વલબ્ધિથી સુવર્ણ જેવી આંગળી સનત્કુમાર મુનિએ બતાવી. પછી પૂર્વના કરેલા કર્મો વેદાય છે એવા સંવેગ ઉત્પાદક આગમ વચનો કહીને મોકલ્યા ત્યારે શક્રએ સ્વયં આવીને અભિવંદિત કર્યા.
હવે પરીષહના ક્ષેત્ર વિષયક પ્રશ્નનો ઉત્તર આપે છે –