Uttarajjhayana 1651
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1651
- Language
- Gujarati
1651
વિવેચન–૧૩૫૩
ઉક્ત પ્રકારે પોતાના સંકલ્પો - રાગ, દ્વેષ, મોહરૂપ અધ્યવસાય, તેની સકલ દોષના મૂળ રૂપે પરિભાવનામાં ઉદ્યતને શું ઉત્પન્ન થાય? માધ્યસ્થ ભાવ ઉપજે. ઈન્દ્રિયોના અર્થો અને રૂપાદિ અપાયના હેતુ નથી, પણ રાગ આદિ જ ઉક્ત નીતિ વડે વિચારતા, પરસ્પર અધ્યવસાય તુલ્યતા હોવી તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન જ છે. આને સ્વીકારનારને ઘણાં અધ્યવસાયો છતાં એકરૂપ જ અધ્યવસાય આના વડે ઉપલક્ષિત કરાય છે. - X - X - સમતામાં જ, ઉત્તરોત્તર ગુણસ્થાની પ્રાપ્તિમાં લોભનો ક્ષય થાય છે અથવા એક કાળમાં ઉદ્યતને રાગાદિ ઉદ્ધરણનો ઉપાય મળે છે.
આત્મ સંબંધી રાગાદિ અધ્યવસાયોની વિકલ્પના - વિશેષથી સ્વ સંકલ્પ વિકલ્પનું છેદન -X - X - જલદીથી થાય છે. તેમાં આત્માના અધ્યવસાયના વિકલ્પો - રાગ આદિ ભેદો, તેનો અભાવ તે સ્વસંકલ્પ - વિકલ્પનાશ. તેમાં શો ગુણ છે? રાગાદિને વિષયપણાથી અધ્યવસ્ય ન થતાં, સ્વ સંકલ્પ વિકલ્પના નાશથી તેની કામગુણોમાં તૃષ્ણા ઘટે છે. પછી તે કેવો થઈને રહે? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati