Uttarajjhayana 167
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 167
- Language
- Gujarati
167
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૫ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૫ + વિવેચન]
લોકમાં અને સંસ્તારકમાં ઋજુસૂત્ર સુધી. આના પૂર્વાર્દ્ધના સૂચકપણાથી વિશુદ્ધ નૈગમનયના મતથી લોકમાં પરીષહો કહ્યા. તેને મુનિ નિવાસભૂત ક્ષેત્રમાં પણ સહન કરે, બીજા અર્થમાં ચૌદ રાજલોકમાં સહન કરે. આ પણ વ્યવહારદર્શનથી કહ્યું. યાવત્ અત્યંત વિશુદ્ધ નૈગમના મતે ઉપાશ્રયના એક દેશમાં આ પરીષહો સહન કરે. - X - સંગ્રહનયના મતે સંસ્તારકમાં પરીષહો કહ્યા. સંગ્રહ કરે તે સંગ્રહ તે નિરુક્તિથી સંગ્રહને આશ્રીને જ આધાર માને છે. સંસ્તારકમાં જ મુનિના શરીર પ્રદેશ વડે સંગૃહિત થાય છે. ઉપાશ્રયનો એકદેશ નહીં, તેથી સંસ્તારકે જ આનો પરીષહ કહ્યો. ઋજુસૂત્ર કહે છે જે આકાશ પ્રદેશમાં આત્મા અવગાઢ છે, તેમાં જ પરીષહ છે. કેમકે સંસ્તારકાદિ પ્રદેશ તેના અણુ વડે જ વ્યાપ્ત છે. શબ્દાદિ ત્રણ નયના મતે આત્મામાં પરીષહ થાય છે. - X - X - X - હવે ઉદ્દેશાદિ ત્રણ દ્વાર કહે છે –