Uttarajjhayana 168
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 168
- Language
- Gujarati
168
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૬ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૬ + વિવેચન]
ઉદ્દેશાય તે ઉદ્દેશ, ગુરુના વિવક્ષિતાર્થના સામાન્ય અભિધાયક વચન, જેમ કે – ‘આ બાવીશ પરીષહો’ શિષ્યની પૃચ્છા - ગુરુના ઉદ્દિષ્ટ અર્થ વિશેષમાં શિષ્યની જિજ્ઞાસા, પુનઃ પ્રક્રમથી વચનને જાણવી. જેમકે તે બાવીશ પરીષહો કયા છે? નિર્દેશ - તે આ નિશ્ચે ૨૨-પરીષહો છે. આના વડે શિષ્યના પ્રશ્ન પછી ગુરુનો ઉત્તર તે નિર્દેશ એમ અર્થથી કહ્યું. - X - X - આ રીતે દ્વારના વર્ણનથી નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે ‘સૂત્રસ્પર્શ’ એ છેલ્લા દ્વારનો સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તે સૂત્રના હોવાથી થાય, તેથી સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે