Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1673

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1673

Language
Gujarati

1673

વિવેચન–૧૩૭૫
એકેન્દ્રિય આદિ બધાં જ ભેદથી તે જીવો, તેમના જ્ઞાનાવરણાદિ કર્મોની સંગ્રહણ ક્રિયા, તેમાં યોગ્ય થાય છે. અથવા બધાં જીવો કર્મોનો સંગ્રહ કરે છે. કેવા પ્રકારે? છએ દિશામાં રહેલ - સ્થિત કર્મોનો. તેમાં પૂર્વાદિ ચાર દિશા અને ઉર્ધ્વ તથા અધો એ છ દિશા લેવી. આ છ દિશા આત્માએ રોકેલા આકાશ પ્રદેશની અપેક્ષાથી લેવી. જે આકાશ પ્રદેશમાં જીવ અવગાઢ હોય, ત્યાં જ જે કર્મપુદ્ગલો હોય, તે રાગાદિ સ્નેહ ગુણના યોગથી આત્મામાં ચોંટે છે, પણ બીજા ક્ષેત્રમાં અવગાઢ હોય તે ચોંટતા નથી. કેમકે ભિન્ન દેશમાં તેના ભાવ-પરિણામનો અભાવ હોય છે. - X - વિદિશાની અલ્પત્વથી વિવક્ષા કરી નથી. પણ વિદિશામાં રહેલ કર્મો પણ આત્મા વડે ગ્રહણ કરેલ નથી. તથા જે કેટલીક દિશામાં દ્રવ્યાં-તરત્વ કહેલ છે, તેને પણ અહીં ગ્રહણ કરેલ નથી. વળી છ દિશામાંથી જે કહ્યું, તે બે ઈન્દ્રિયને આશ્રીને નિયમથી કહેવું. એકેન્દ્રિયમાં તો અન્યથા પણ સંભવે છે. કેમકે આગમમાં તેવો સાક્ષીપાઠ છે. - X - X - X -
આત્મા જ સર્વ પ્રકૃતિ પ્રાયોગ્ય પુદ્ગલોને સામાન્યથી ગ્રહણ કરીને, તેને જ અધ્યવસાય વિશેષથી પૃથક્‌ પૃથક્‌ જ્ઞાનાવરણાદિ રૂપ પણે પરિણમાવે છે. આવા પ્રકારે કર્મ સંગ્રહીત થઈને શું કેટલાંક જ આત્મ પ્રદેશોથી બદ્ધ થાય છે કે સર્વ આત્મા વડે બદ્ધ થાય છે? સર્વ આત્મા વડે જ બદ્ધ થાય, કેટલાંક પ્રદેશો વડે નહીં. દૂધ અને પાણી માફક એકમેક થાય છે - X - X - તે ગ્રહણ કરાયા પછી કોની સાથે કેટલા કે કઈ રીતે બંધાય છે? બધાં જ પ્રદેશો વડે આત્મા સર્વ પ્રકૃતિરૂપે પ્રકૃતિ-સ્થિતિ આદિથી બદ્ધ થાય.
હવે કાળને આશ્રીને કહે છે –

Linked texts (2)