Uttarajjhayana 1674
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1674
- Language
- Gujarati
1674
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૭૬ થી ૧૩૮૦ [૩૩/૧૩૭૬ થી ૧૩૮૦]
[૧૩૭૬, ૧૩૭૭] જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની આ સ્થિતિ બતાવેલી છે – ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની છે, જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્તની છે.
[૧૩૭૮] મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦-કોડાકોડી સાગરોપમ અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે.
[૧૩૭૯] આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે, જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે.
[૧૩૮૦] નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત્ત છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit