Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1675

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1675

Language
Gujarati

1675

વિવેચન–૧૩૭૬ થી ૧૩૮૦
ઉદધિ - સમુદ્ર, તેની સદૃશ તેથી ‘સાગરોપમ’ અર્થ કરેલો છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી થાય છે. મુહૂર્ત્તની અંતર, તે અંતર્મુહૂર્ત્ત. તે જઘન્યથી સ્થિતિ કહી છે. કયા કર્મોની? જ્ઞાનાવરણ અને દર્શનાવરણની, તથા વેદનીય અને અંતરાયની. અહીં સૂત્રકારે વેદનીયની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત કહી છે, બીજા તેની બાર મુહૂર્ત્ત જઘન્ય સ્થિતિ કહે છે. ઈત્યાદિ કર્મ સ્થિતિ સૂત્રાર્થ પ્રમાણે જાણવી, અહીં પુનરુક્તિ કરતા નથી.
સૂત્રકારે બતાવેલ મૂલ પ્રકૃતિ વિષયક કર્મ સ્થિતિ કહી, હવે શિષ્યોના અનુગ્રહને માટે ઉત્તર પ્રકૃતિ વિષયક કર્મસ્થિતિ બતાવીએ છીએ.
તેમાં ઉત્કૃષ્ટા - સ્ત્રીવેદ, સાતા વેદનીય, મનુષ્ય ગતિ આનુપૂર્વી એ ચારેની ઉત્તર પ્રકૃતિની ૧૫-કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સોળ કષાયોની ૪૪-કોડાકોડી, નપુંસક અરતિ શોક ભય અને જુગુપ્સા એ પાંચની ૨૦-કોડાકોડી. પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવગતિ, દેવાનુપૂર્વી, આદ્ય સંહનન, સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશોકીર્તિ, ઉચ્ચ ગોત્ર એ પંદરની દશ કોડાકોડી. ન્યગ્રોધ સંસ્થાન અને બીજા સંઘયણની ૧૨-કોડાકોડી, આદિ સંસ્થાન અને નારાચ સંઘયણની ૧૪-કોડાકોડી, કુબ્જ અને અર્ધનારાચની ૧૬-કોડાકોડી, વામન સંસ્થાન અને કીલિકા સંઘયણની, વિકલેન્દ્રિય જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્તક, સાધારણ એ અઢારની ૧૮-કોડાકોડી, તિર્યંચ અને મનુષ્ય આયુની૩ પલ્યોપમ, બાકીનાની મૂળ પ્રકૃતિવત્‌ ઉત્કૃષ્ટાસ્થિતિ છે
જઘન્યા સ્થિતિઃ નિદ્રા પંચક અને અસાતા વેદનીયની છે. સાગરોપમમાં ૩/૭ ભાગ પલ્યોપમ અસંખ્યેય ભાગ ન્યૂન છે. સાતાની ૧૨-મુહૂર્ત્ત, મિથ્યાત્વની પલ્યોપમ અસંખ્યેય ભાગ ન્યૂન સાગરોપમ, આદ્ય બાર કષાયની ચાર સાગરોપમમાં સાત ભાગ ન્યૂન. સંજ્વલન ક્રોધની બે માસ, માનની એક માસ, માયાની અર્દ્ધમાસ, પુરુષવેદની આઠ વર્ષ, બાકીના નોકષાય, મનુષ્ય, તિર્યંચગતિ, જાતિ પંચક, ઔદારિક શરીર, તેના અંગોપાંગ, તૈજસ, કાર્મણ, છ સંસ્થાન, છ સંહનન, વર્ણ ચતુષ્ક, તિર્યંચ અને મનુષ્યાનુપૂર્વી, અગુરુ લઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્‌વાસ, આતપ, ઉદ્યોત, પ્રશસ્ત અને અપ્રશસ્ત વિહાયોગતિ. યશોકીર્તિ વર્જીને ત્રસાદિ વીસ, નિર્માણ, નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્રની ૬૬ - ઉત્તર પ્રકૃતિની ૨/૭ સાગરોપમ, તેમાં પલ્યોપમનો અસંખ્યેય ભાગ ન્યૂન, ઈત્યાદિ - X - X - સંપ્રદાયથી જાણવી. પ્રદેશાગ્ર, ક્ષેત્ર અને કાળ કહ્યા. હવે ‘ભાવ’ને આશ્રીને કહે છે –

Linked texts (2)