Uttarajjhayana 1689
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1689
- Language
- Gujarati
1689
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૯૨ થી ૧૩૯૭ [૩૪/૧૩૯૨ થી ૧૩૯૭]
[૧૩૯૨] કડવી તુંબડી, લીંમડા, કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય છે તેનાથી અનંતગુણ અધિક કડવો કૃષ્ણ લેશ્યાનો રસ હોય છે.
[૧૩૯૩] ત્રિકટુ અને ગજપીપલનો રસ જેટલો તીખો છે, તેનાથી અનંતગુણ તીખો રસ નીલ લેશ્યાનો હોય છે.
[૧૩૯૪] કાચી કેરી અને કાચા કપિત્થનો રસ જેટલો કસાયેલો હોય છે તેનાથી અનંતગુણ અધિક કસાયેલો કાપોત લેશ્યાનો રસ હોય.
[૧૩૯૫] પાકી કેરી અને પાકા કપિત્થનો રસ જેટલો ખાટોમીઠો હોય છે, તેનાથી અનંતગુણ અધિક ખટમીઠો તેજોલેશ્યાનો રસ હોય છે.
[૧૩૯૬] ઉત્તમ સુરા, ફૂલોના બનેલા વિવિધ આસવ, મધુ, મૈરેયક રસ જેવો અમ્લ હોય તેનાથી અનંતગુણ અધિક અમ્લ પદ્મ-લેશ્યાનો રસ હોય.
[૧૩૯૭] ખજૂર, દ્રાક્ષ, દૂધ, ખાંડ અને સાકરનો રસ જેટલો મીઠો છે, તેનાથી અનંતગુણ અધિક મીઠો રસ શુક્લ લેશ્યાનો હોય.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit