Uttarajjhayana 1692
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1692
- Language
- Gujarati
1692
વિવેચન–૧૩૯૮, ૧૩૯૯
ગાય આદિના મડદાની ગંધ હોય તેવા પ્રકારની ગંધથી અનંતગણી દુર્ગન્ધ અપ્રશસ્ત - અશુભ લેશ્યાની હોય છે. અશુભ લેશ્યા કઈ? કૃષ્ણ, નીલ અને કાપોત. અહીં લેશ્યાનું અપ્રશસ્તપણું અશુભ ગંધનો હેતુ છે.
જાઈ, કેતકી આદિ ફૂલોનો પમરાટ, કોષ્ઠપ્રટાદિ નિષ્પન્ન વાસ, અર્થાત્ આ બધાંની જે ગંધ, તે પીસાતા હોય ત્યારની સુગંધ, કેમકે તે વખતે આ ગંધ ઘણી પ્રબળતર હોય છે. તેનાથી અનંતગુણ સુગંધી પ્રશસ્ત લેશ્યાની ગંધ હોય. તે પ્રશસ્ત લેશ્યા એટલે તેજો, પદ્મ, શુક્લ. અહીં પણ પ્રશસ્તત્વના વિશેષથી ગંધ વિશેષનું અનુમાન છે. ગંધની કહીને હવે લેશ્યાના સ્પર્શને જણાવે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati