Uttarajjhayana 1708
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1708
- Language
- Gujarati
1708
વિવેચન–૧૪૩૮, ૧૪૩૯
કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે લેશ્યાઓ અધર્મ લેશ્યા છે. કેમકે તે પાપના ઉપાદાનના હેતુપણે છે. પાઠાંતરથી તે અધમ લેશ્યા છે. ત્રણે પણ અવિશુદ્ધત્વથી અપ્રશસ્ત છે. એ લેશ્યાથી જીવો નરક અને તિર્યંચગતિ રૂપ દુર્ગતિને પામે છે. કેમકે સંક્લિષ્ટપણાથી તેને પ્રાયોગ્ય આયુ જ તેઓ બાંધે તેમ સંભવે છે. તેજો,પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યા ધર્મલેશ્યા છે. કેમકે વિશુદ્ધતાથી તે ધર્મનાહેતુપણે છે. તેથી આ ત્રણે લેશ્યા વડે જીવ દેવ અને મનુષ્ય લક્ષણ સુગતિને અથવા મુક્તિને પ્રાપ્ત કરે છે. કેમકે તેમને તેવા પ્રકારના આયુનો બંધ અથવા સકલ કર્મનો ક્ષય થાય છે.
ગતિદ્વાર કહ્યું. હવે આયુષ્યના દ્વારનો અવસર છે - તેમાં જે લેશ્યામાં જે આયુષ્યનું પ્રમાણ છે, તે સ્થિતિ દ્વારમાં જ અર્થથી કહેલ છે. અહીં તો આ કહે છે – જીવ જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તે લેશ્યામાં જ મરે છે. તેમાં જન્માંતર ભાવિ લેશ્યાનું શું પહેલાં સમયે પરભવ આયુનો ઉદય થાય કે ચરમ સમયે અન્યથા પણ હોય તે સંશયના નિવારણ માટે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati