Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1718

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1718

Language
Gujarati

1718

વિવેચન–૧૪૪૫ થી ૧૪૬૪
[૧૪૪૫] ગૃહવાસ – ઘરમાં રહેવું અથવા ઘર જ પરવશતાના હેતુથી પાશ, તે ગૃહપાશ, તેનો ત્યાગ કરીને, સર્વસંગને છોડીને ભાગવતી દીક્ષા સ્વીકારેલ મુનિ, પ્રત્યક્ષ પુત્ર-પત્ની આદિનો પ્રતિબંધને ભવહેતુ રૂપ જાણીને નિશ્ચયથી તેને છોડે. સંગ – ની વ્યુત્પત્તિ કહે છે. જેમાં પ્રતિબંધિત થાય અથવા જે સંગ વડે જ્ઞાનાવરણાદિ કર્મો સાથે સંબદ્ધ થાય તે.
[૧૪૪૬] હિંસા – પ્રાણ વ્યપરોપણ, અલીક – અસત્ય ભાષણ, ચૌર્ય – અદત્તાદાન. અબ્રહ્મસેવન – મૈથુન આચરણની ઈચ્છારૂપ, કામ – ઈચ્છાકામ અથવા અપ્રાપ્ત વસ્તુની કાંક્ષારૂપ. લોહ – લબ્ધ વસ્તુ વિષયક ગુદ્ધિ. સંયત તેનો ત્યાગ કરે. આના વડે મૂલગુણો કહ્યા. તેમાં સ્થિત એવા શરીરને અવશ્ય આહારાદિ પ્રયોજન હોય, તેથી તે વિષયમાં કહે છે –
[૧૪૪૭] મનોહર ચિત્ર પ્રધાન ગૃહને, તે પણ પુષ્પ અને ધૂપથી સુગંધી કરાયેલ હોય, કમાડોથી યુક્ત હોય, તે પણ શ્વેત વસ્ત્રથી વિભૂષિત હોય, મનથી તો શું? વચનથી પણ ન પ્રાર્થે. ત્યાં કઈ રીતે રહે?
[૧૪૪૮] કામ રાગ વધારનાર ઉપાશ્રયમાં ઈન્દ્રિયોનો નિરોધ દુષ્કર છે. તેમાં ઈન્દ્રિયો – ચક્ષુ આદિ, ઉપાશ્રય – દુઃખમાં જેનો આશ્રય કરાય છે તે દુષ્કર – ઉન્માર્ગ પ્રવૃત્તિના નિષેધથી માર્ગમાં રહેવું. મુશ્કેલ હોવું તે – સ્વ-સ્વ વિષય પ્રવૃત્તિને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. કામરાગ – મનોજ્ઞ ઈન્દ્રિય વિષયોમાં આસક્તિ. આવા સ્થાને મૂલગુણમાં કંઈક અતિચાર સંભવે છે. એવું હોય તો ક્યાં? કેમ? રહેવું.
[૧૪૪૯] સ્મશાનમાં, શૂન્ય ગૃહોમાં, વૃક્ષની સમીપમાં, તથાવિધ કાળમાં, રાગદ્વેષ રહિત કે અસહાય રહે. બીજાના તેવા પ્રકારના પ્રતિબંધને ન સ્વીકારીને અને બીજા વડે નિષ્પાદિત સ્થાનમાં ભિક્ષુ રહે.
[૧૪૫૦] અચિતિભૂત ભૂભાગમાં, પોતાના કે બીજાને બાધા ન થાય તે રીતે અથવા આવનાર સત્વો કે ગૃહસ્થ – સ્ત્રી આદના ઉપદ્રવ રહિત સ્થાનમાં રહે. કેમકે આ જ મુક્તિપથના શત્રુ રૂપે. તેમાં પ્રવૃત્તને ઉપદ્રવ હેતુ થાય છે. ઉક્ત સ્મશાનાદિમાં તો શાક્યાદિ ભિક્ષુ પણ રહે, તેથી કહ્યું કે – મોક્ષને માટે સમ્યક્‌ પ્રકારે યત્ન કરે. જિનમાર્ગ સ્વીકારેલને જ મુક્તિમાર્ગ પ્રતિ વસ્તુતઃ સમ્યક્‌ યત્ન સંભવે છે. તેમાં પણ માત્ર રુચિ ન કરે. પણ તેમાં સંકલ્પ કરે. ૦ પરકૃત વસતિ એવું વિશેષણ કેમ કહ્યું?
[૧૪૫૧] પોતાના માટે ઉપાશ્રય કરે નહીં. ગૃહસ્થાદિ પાસે કરાવે પણ નહીં કે કરનારને અનુમોદે નહીં. કેમકે ગૃહ નિષ્પ્રતિકર્મમાં સમારંભ થાય. કેમકે પ્રાણીને પરિતાપકર થાય છે. એકેન્દ્રિયાદિ પ્રાણીનો ઘાત થાય છે. ‘ભૂતોનો વધ કહ્યો’ તે કેટલાંકને ન થાય, તે આશંકાથી કહે છે –
[૧૪૫૨] બે ઈન્દ્રિયાદિ ત્રસ, પૃથ્વી આદિ સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે. તેથી સમ્યગ્‌ હિંસાદિ ઉપરત થયેલ સંયત તેનો ત્યાગ કરે. આ પ્રમાણે આશ્રય ચિંતા કહીને હવે આહાર ચિંતા કહે છે –
[૧૪૫૩] તે જ પ્રકારે ભોજન-શાલિ ઓદનાદિ, પાન-દૂધ વગેરે તેને ન સ્વયં રાંધે, તેમ જીવવધ થાય. તેથી પ્રાણ અને ભૂતની દયાને માટે રાંધવા-રંધાવવામાં પ્રવૃત્તને જે જીવોપઘાત સંભવે છે, તે ન થાય માટે રાંધે-રંધાવે નહીં.
આ જ અર્થને કહે છે –
[૧૪૫૪] પાણી, શાલિ આદિ ધાન્ય, તેની નિશ્રાએ રહેલ પુરા, કીડીઓ વગેરે રૂપ જીવો, ભૂતિ અને કાષ્ઠને આશ્રીને રહેલ એકેન્દ્રિય આદિ હણાય છે. તેથી ભિક્ષુ રાંધે-રંધાવે નહીં. રાંધનારને અનુમોદે નહીં.
[૧૪૫૫] અગ્નિ સમાન શસ્ત્ર નથી૦ ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે જાણવું – ધારા – જીવ વિનાશિકા શક્તિ. કેમકે બધી દિશામાં રહેલા જીવનો ઉપઘાત કરે છે. શસ્ત્ર – જેના વડે પ્રાણી હણાય તેવા આયુધ આદિ તેની ધારથી અલ્પ જંતુને પણ ઉપઘાતક થાય છે. તેથી અગ્નિ ન સળગાવવો આના વડે ઠંડી નિવારવા માટે પણ અગ્નિના આરંભનો નિષેધ કર્યો. ૦ પચન, પાચનના નિષેધથી ક્રય-વિક્રય કરવો યુક્ત માને, તેવી આશંકાથી હિરણ્યાદિના પરિગ્રહના નિષેધપૂર્વક તેનો પણ પરિહાર કહે છે –
[૧૪૫૬] સુવર્ણ, રૂપું, બીજા ધન-ધાન્યાદિને ચિત્તમાં તો ઠીક, વચનથી પણ ન પ્રાર્થે. કેવો થઈને? સોના કે માટે બંનેમાં તુલ્ય બનીને. સાધુ નિવૃત્ત થાય. કોનાથી? ખરીદ કે વેચાણની પ્રવૃત્તિથી. એમ શા માટે?
[૧૪૫૭] મૂલ્ય આપીને બીજાની વસ્તુ લે તે ખરીદી, પોતાની વસ્તુ મૂલ્ય લઈ બીજાને આપે તે વણિક્‌, તેમાં પ્રવર્તે તે સાધુ ન કહેવાય.
[૧૪૫૮] તથાવિધ વસ્તુની યાચના કરવી પણ ખરીદી ન કરવી. ભિક્ષા વડે જ નિર્વાહ કરવો તે ભિક્ષાવૃત્તિ. અયાચિત વસ્તુ લેવી તે ખરીદ-વેચાણ માફક સદોષ જ છે. તેથી ભિક્ષાવૃત્તિ વડે જ આલોક અને પરલોકમાં કલ્યાણ કે સુખને પ્રાપ્ત કરે છે. આના વડે ક્રીત દોષ પરિહાર કહ્યો.
[૧૪૫૯] સમુદાન ભિક્ષા – એક ઘેરથી જ ભિક્ષા ન લેતા જુદા-જુદા ઘરોમાંથી થોડું-થોડું લઈ, મધુકરવૃત્તિથી ભ્રમણ કરતા જ આ પ્રમાણે થાય છે. આગમમાં અભિહિત ઉદ્ગમ એષણાદિ ભિક્ષાવૃત્તિથી જ અબાધિત થાય છે. – X – X – પિંડપાત એટલે પાત્રમાં ભિક્ષા પડવી તે. અર્થાત્‌ ભિક્ષા માટે અટન કરે – ગવેષણા કરે. હવે પિંડ-અશનાદિને પ્રાપ્ત કરીને જે ખાય, તે કહે છે –
[૧૪૬૦] સ-રસ અન્ન પામીને લંપટ ન બને. સ્નિગ્ધાદિ રસની પ્રાપ્તિમાં આકાંક્ષાવાળો ન થાય, તે માટે જીભને વશમાં રાખે, સંનિધિ આદિ ન કરવા વડે અમૂર્ચ્છિત ન થાય. આવા પ્રકારનો થઈને રસને માટે ‘આ સરસનું હું આસ્વાદ કરીશ.’ એમ મૂર્ચ્છાથી આહાર ન કરે. કેવળ સંયમના નિર્વાહ માટે જ આહાર કરે. આના વડે પિંડવિશુદ્ધિ કહી. આ પ્રમાણે આશ્રય અને આહારની વિચારણાથી ઉત્તરગુણ કહ્યા.
હવે આ રીતે રહેતા સાધુને આત્મામાં બહુમાન ઉત્પન્ન થતાં ક્યારેક અર્ચનાદિ પ્રાર્થે તો? –
[૧૪૬૧] પુષ્પાદિથી અર્ચના, પૂજા, નિષદ્યાદિ વિષયક રચના, વંદન, વચનાદિ વડે સ્તવના, વિશિષ્ટ વસ્ત્રાદિથી પૂજન, પ્રતિલાભન, ઋદ્ધિ, અર્થપ્રદાનાદિ સત્કાર, અભ્યુત્થાનાદિ સન્માન, તેને મનથી તો શું? વાણીથી પણ ન પ્રાર્થે, અભિલાષા ન કરે. તો શું કરે? તે કહે છે–
[૧૪૬૨] શુક્લ ધ્યાનને ધ્યાવે, નિયાણા રહિત અને અકિંચન થાય, કાયાને વોસિરાવીને વિચરે, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે. ક્યાં સુધી? મરણકાળ પ્રાપ્ત થાય ત્યાં સુધી. મૃત્યુ સમયે શું કરે?
[૧૪૬૩] અશનાદિ આહારનો પરિત્યાગ કરે. સંલેખના કરે. ક્યારે? કાળધર્મમાં – આયુષ્યના ક્ષયના લક્ષણમાં, મૃત્યુ સ્વભાવ નિકટ આવે ત્યારે. તથા મનુષ્ય સંબંધી શરીરનો ત્યાગ કરીને, વીર્યાંતરાયના ક્ષયથી વિશિષ્ટ સામર્થ્યવાન્‌ બનીને શારીરિક અને માનસિક દુઃખોને વિશેષથી ત્યજે છે. તેના નિબંધક કર્મનો અપગમ થાય છે. કેવા થઈને?
[૧૪૬૪] મમત્વરહિત, ‘હું અમુક જાતિનો છું’ ઈત્યાદિ અહંકાર રહિત, રાગ અને દ્વેષ રહિત થઈને, મિથ્યાત્વ આદિ તેના હેતુના અભાવે કર્માશ્રવ રહિત થઈને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે. ક્યારેય પણ વિચ્છેદ ન પામે તેવા શાશ્વત અને અસ્વાસ્થ્ય હેતુ કર્મના અભાવથી સર્વથા સ્વસ્થીભૂત થાય. – X – X – આ પ્રમાણે વીશ સૂત્રોની વિવેચના કરી.

Linked texts (2)