Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1719

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1719

Language
Gujarati

1719

૦ ‘અનગાર માર્ગ ગતિ’ નામે અધ્યયન-૩૫ કહ્યું. હવે છત્રીશમું કહીએ છીએ. તેનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં હિંસાનો ત્યાગ કરવો આદિ ભિક્ષુના ગુણો કહ્યા, તે જીવ-અજીવના સ્વરૂપના પરિજ્ઞથી જ સેવવા શક્ય છે, તેથી તેને જણાવવાને માટે આ અધ્યયન આરંભીએ છીએ. આના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ભાષ્યગાથા આ છે –

Linked texts (2)