Uttarajjhayana 1720
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1720
- Language
- Gujarati
1720
‘ઉત્તરાધ્યયન’ ભાષ્ય–૧ થી ૧૫ સંક્ષેપાર્થ [૩૬/ભાષ્ય-૧ થી ૧૫ સંક્ષેપાર્થ]
તેના અનુયોગ દ્વારો ચાર છે – ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. ઉપક્રમ છ ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અથવા આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા જાણવી. અર્થાધિકારથી તે છ છે. બધાંને યથાક્રમે વર્ણવીને આ સમવતાર કરવો. તેમાં આનુપૂર્વી ઉત્કીર્તનાનુ-પુર્વીમાં અવતરે છે. પૂર્વાનુપૂર્વીથી આ છત્રીશમું અને પશ્ચાનુપૂર્વીથી આ પહેલું અધ્યયન છે. અનાનુપૂર્વી વડે તો એકાદિથી છત્રીશ સુધીમાં કોઈપણ ક્રમે આવે. નામમાં છ ભેદે નામ છે, તેમાં ભાવમાં ક્ષાયોપશમિકતા છે. કેમકે બધું શ્રુત ક્ષાયોપશમિકમાં આવે છે. પ્રમાણમાં વળી ભાવ પ્રમાણમાં તે ત્રણ ભેદે છે. વળી તે લોકોત્તર અને અનંગશ્રુત એવા આગમમાં અવતરે છે. તે પણ કાલિક શ્રુતમાં આ આગમ અવતરે છે. તે પણ અનંતર, પરંપર ઉભયરૂપ આગમ ત્રિકમાં અવતરે છે. પણ સંખ્યા પરિમાણ સમવતરે છે. અર્થાધિકારથી અહીં જીવાજીવોથી વર્તે છે. - X - X - નિક્ષેપમાં સ્થાપના એક અર્થમાં થાય છે તે ત્રણ ભેદે છે. ઓઘ, નામ અને સૂત્ર આલાપક. - X - X - તેમાં આનું નામ જીવ અને અજીવોનો વિભાગ. ‘જીવાજીવ વિભક્તિ’ છે. અહીં જીવ, અજીવ અને વિભક્તિ ત્રણ પદો વર્તે છે, તેનો નિક્ષેપો –