Uttarajjhayana 1721
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1721
- Language
- Gujarati
1721
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૫૨ થી ૫૫૯ + વિવેચન [૩૬/નિર્યુક્તિ-૫૫૨ થી ૫૫૯ + વિવેચન]
જીવનો નિક્ષેપો ચાર ભેદે છે. તેમાં દ્રવ્યજીવના બે ભેદો છે. તેમાં નોઆગમ દ્રવ્યજીવ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્વ્યતિરિક્ત. જીવદ્રવ્ય ભાવમાં જીવદ્રવ્યના દશ ભેદે પરિણામ છે. અજીવનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યથી અજીવ બે ભેદે છે. - X - યાવત્ ભાવમાં અજીવ દ્રવ્યના પરિણામ દશ પ્રકારે છે. વિભક્તિનો નિક્ષેપો પણ નામદિ ચાર ભેદે છે. - X - યાવત્ જીવોની અને અજીવોની વિભક્તિ તે બે ભેદ છે. તેમાં જીવના પણ સિદ્ધ અને અસિદ્ધ બે ભેદે વિભાગો છે. અજીવોના પણ રૂપી અને અરૂપી અજીવ એવી વિભાષા સૂત્રમાં છે. ભાવમાં છ ભેદે વિભક્તિ છે, તેમાં અહીં દ્રવ્ય વિભક્તિનો અધિકાર છે.
૦ ગાથાર્થ કહ્યો. કિંચિત્ વિશેષ કહે છે, તે આ પ્રમાણે છે –
જીવદ્રવ્ય તે દ્રવ્યજીવ કહેવાય છે. - X - દ્રવ્યની પ્રાધાન્યતાથી દ્રવ્યજીવ, ભાવમાં દશભેદે જ છે. કર્મના ક્ષયોપશમ કે ઉદયની અપેક્ષા પરિણતિરૂપ જીવદ્રવ્યના સંબંધ જીવથી અનન્યત્વથી જીવપણે વિવક્ષીત તે જીવ છે. તેમાં ક્ષાયોપશમિકમાં પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન. ઔદયિકમાં ક્રોધાદિ ચાર મળીને દશ ભેદ થાય.
એ પ્રમાણે અજીવના નિક્ષેપમાં પણ જ્યારે પુદ્ગલ દ્રવ્ય અજીવ રૂપ સર્વગુણ પર્યાય રહિતપણે વિચારાય ત્યારે તદ્વ્યતિરિક્ત દ્રવ્ય અજીવ. ભાવમાં અજીવદ્રવ્યના - પુદ્ગલના દશવિધ પરિણામે અજીવ છે અને તે પાંચ-પાંચ શુભાશુભપણે વિવક્ષિત છે. તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પ્રમાણે જાણવા.
વિભક્તિના નિક્ષેપમાં બે પ્રકારે વિભક્તિ છે. જીવોની અને અજીવોની. જીવોનું વિભાગથી અવસ્થાપન, એ પ્રમાણે અજીવોનું સ્થાપન. - X - X - X - X - ભાવ નિક્ષેપમાં ઔદયિકાદિ ભાવ વિષયક છ પ્રકારો જાણવા. - X - X - અહીં જીવ, અજીવ દ્રવ્ય વિભાગ અવસ્થાન રૂપથી અધિકાર છે.
એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે –