Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1739

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1739

Language
Gujarati

1739

વિવેચન–૧૪૭૬ થી ૧૪૭૮
સંતતિને આશ્રીને સ્કંધ અને પરમાણુઓ અનાદિ અનંત છે. કેમકે પ્રવાહથી તે ક્યારેય ન હતો કે નહીં હોય તેમ નથી. સ્થિતિ - પ્રતિ નિયત ક્ષેત્ર અવસ્થાન રૂપથી તે સાદિ સાંત છે. તે જ અપેક્ષાથી તે પહેલા ન હતો, પછી પણ નહીં હોય. સાદિ સાંત પણે તે અસંખ્યાતકાળ છે. જઘન્યથી એક સમય છે. કોની? રૂપી અજીવ પુદ્ગલોની. અસંખ્યેય કાળ પછી તેનું અવશ્ય વિધાન થાય. આ કાળદ્વારને આશ્રીને સ્થિતિ કહી, તેમાં અવાંતર કહે છે –
રૂપીની જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. વિવક્ષિત ક્ષેત્રમાં અવસ્થિત અને પ્રચ્યુતની ફરી તત્પ્રાપ્તિથી આ વ્યાખ્યાન છે. હવે આને જ ભાવથી કહે છે –

Linked texts (2)