Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1747

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1747

Language
Gujarati

1747

વિવેચન–૧૫૧૩, ૧૫૧૪
સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, કિંચિત્‌ વિશેષ આ છે – સ્ત્રી આદિ શબ્દો સિદ્ધના પૂર્વ પર્યાયની અપેક્ષાથી જાણવા. સ્વલિંગ - મુક્તિપથે ચાલનારનું ભાવથી અણગારત્વ, તેથી અનગારલિંગ - રજોહરણ, મૂળ વસ્ત્રિકાદિ રૂપ છે. આ અપેક્ષાથી જૂઠું તે અન્યલિંગ, ગૃહસ્થ વેશમાં સિદ્ધ થાય તે ગૃહીલિંગ. ચ શબ્દ - તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ અનુક્ત ભેદ સૂચવે છે. - X - X - અહીં સિદ્ધત્વના કારણરૂપમાં સ્ત્રીપણું કે પુરુષપણું આદિ નહીં પણ સમ્યગ્‌ દર્શનાદિ રત્નત્રય અને વિશિષ્ટ સામર્થ્ય સત્ત્વ હેતુરૂપ છે. - X - X - X - X - X - X - X - X - (અહીં વૃત્તિકારશ્રીએ દિગંબર મતાનુસાર સ્ત્રીની મુક્તિનો અભાવ, વસ્ત્રરહિત પણું, પરિગ્રહ કઈ રીતે? ઈત્યાદિ વિષયોનું ખંડન કરતી દલીલોને મૂકેલી છે. અમારા પૂર્વ સ્વીકૃત્‌ કાર્યક્ષેત્ર અનુસાર અમે આ વાદ - પ્રતિવાદનો અનુવાદ કરેલ નથી. - X - X - X - X - X -આ વાદ-પ્રતિવાદ ઘણાં લંબાણથી છે, સુંદર તર્કો પણ છે પણ તેને જિજ્ઞાસુઓએ વૃત્તિમાંથી જોવા.)
હવે સિદ્ધોને અવગાહનથી અને ક્ષેત્રથી કહે છે – શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ પ્રમાણ તેમાં સિદ્ધ થાય, જઘન્ય અવગાહના તે બે હાથ પ્રમાણ શરીરરૂપ છે અને ઉક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહના મધ્યેની જે અવગાહના તે બધા મધ્ય અવગાહનાવાળા સિદ્ધો કહ્યા.
ક્ષેત્ર - ઉર્ધ્વલોકમાં મેરુચૂલિકા આદિથી સિદ્ધ થયેલા સંભવે છે, ત્યાં પણ કેટલાંક સિદ્ધ પ્રતિમા વંદનાર્થે ગયેલા ચારણ શ્રમણ આદિને મુક્તિ પ્રાપ્ત કરે છે. અધોલોકમાં અર્થાત્‌ અધોલૌકિક ગ્રામ રૂપમાં સિદ્ધ થાય તેને અધોલોકમાં સિદ્ધ જાણવા. તીર્છાલોકમાં - તે અઢી દ્વીપ અને બે સમુદ્ર રૂપ તેમાં પણ કેટલાંક સમુદ્રમાં અને કેટલાંક નદી આદિમાં સિદ્ધ થયા. અહીં સ્ત્રી સિદ્ધ આદિને જણાવીને સ્ત્રીત્વ આદિમાં સિદ્ધિનો સંભવ કહ્યો. હવે તેમાં પણ કેમાં કેટલાં સિદ્ધ થાય છે? તે કહે છે –

Linked texts (2)