Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1748

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1748

Language
Gujarati

1748

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૧૫ થી ૧૫૧૮ [૩૬/૧૫૧૫ થી ૧૫૧૮]
[૧૫૧૫] એક સમયમાં દશ નપુંસક, વીસ સ્ત્રીઓ અને (૧૦૮) એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે.
[૧૫૧૬] એક સમયમાં ગૃહસ્થલિંગે ચાર, અન્યલિંગમાં દશ, સ્વલિંગમાં એકસો આઠ (૧૦૮) જીવો સિદ્ધ થઈ શકે છે.
[૧૫૧૭] એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે, જઘન્યવાળા ચાર અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે.
[૧૫૧૮] એક સમયમાં ઉર્ધ્વલોકમાં ચાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, અધોલોકમાં વીસ, તીર્છાલોકમાં ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે છે.

Linked texts (1)