Uttarajjhayana 1749
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1749
- Language
- Gujarati
1749
વિવેચન–૧૫૧૫ થી ૧૫૧૮
નપુંસક એટલે વર્ધિત, કૃત્રિમ રીતે કરાયેલ લેવા. સમય- અવિભાગ કાળરૂપ લેવો. એક - આ એક સંખ્યા છે. સિદ્ધયતિ - નિષ્ઠિતાર્થ થાય છે. બાકી ચારે સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. કિંચિત્ વિશેષ જે વૃત્તિગત્ છે, તે આ છે –
ઉત્કૃષ્ટ અવગાહનામાં ઉક્તરૂપ એક કાળે બે-બે સંખ્યામાં સિદ્ધ થાય છે, એ પ્રમાણે જઘન્ય અવગાહનામાં અને યવમધ્ય - મધ્યમ અવગાહનામાં જાણવું. કેમકે યવમધ્યત્વ તે ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાની મધ્યવર્તીપણે હોવાથી તેને મધ્યમ અવગાહના કહે છે. - X - X -
ઉર્ધ્વલોકાદિ વિષયક પ્રસ્તુત સૂત્ર - ૧૫૧૮ ને બદલે બીજા બે સૂત્રો પણ કહેવાય છે, જેની નોંધ વૃત્તિકારે કરેલી છે, પણ અર્થથી તો તુલ્ય જ છે. આ પ્રમાણે પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી અનેક ભેદે સિદ્ધોને જણાવીને હવે પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી તેમના જ પ્રતિઘાતાદિના પ્રતિપાદનને માટે કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati