Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1751

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1751

Language
Gujarati

1751

વિવેચન–૧૫૧૯, ૧૫૨૦
સિદ્ધો ક્યાં પ્રતિહત - સ્ખલિત થાય છે અર્થાત્‌ તેમની ગતિ નિરુદ્ધ થાય છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત - સાદિ અનંત કાળ માટે સ્થિત થાય છે? શરીરનો ત્યાગ કરીને, ક્યાં જઈને નિષ્ઠિતાર્થ થાય છે?
આ પ્રશ્નોના ઉત્તર આપતા બીજા સૂત્રમાં આ પ્રમાણે કહે છે – કેવળ આકાશ લક્ષણ અલોકમાં જઈને તેની ગતિ રોકાય છે, તેથી આગળ અલોકમાં ધર્માસ્તિકાયના અભાવથી તેની ગતિ અસંભવ છે. લોકના ઉપરના વિભાગમાં સદા અવસ્થિત રહે છે. ઉર્ધ્વગમનના અભાવમાં અધો કે તીર્છુ પણ ગમન સંભવથી, તેમનું ત્યાં પ્રતિષ્ઠાન કેમ થાય? તેમના કર્મો ક્ષીણ થવાથી અને કર્મના આદીનત્વથી અધો કે તીરછુ ગમન થઈ શકતું નથી. અનંતર પ્રરૂપિત તીર્છાલોક આદિમાં શરીરને છોડીને લોકના અગ્રભાગમાં સિદ્ધ થાય છે. અહીં પૂર્વાપર કાળવિભાગનો અસંભવ છે. જે સમયમાં ભાવક્ષય થાય. તે જ સમયમાં મોક્ષમાં ગતિ થાય છે.
લોકના અગ્રભાગે જઈને સિદ્ધ થાય છે, તેમ કહ્યું. લોકાગ્રમાં ઈષત્‌ પ્રાગ્ભારા ઉપર જેટલા પ્રદેશમાં સિદ્ધનું જે સંસ્થાન, જે પ્રમાણ અને જે વર્ણ છે, તેનું અભિધાન કરતાં કહે છે –

Linked texts (2)