Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1798

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1798

Language
Gujarati

1798

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૯૧ થી ૧૫૯૯ [૩૬/૧૫૯૧ થી ૧૫૯૯]
[૧૫૯૧] બેઈન્દ્રિય જીવ બે ભેદે વર્ણવેલા છે - પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો
[૧૫૯૨ થી ૧૫૯૪] કૃમિ, સીમંગલ, અલસ, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ, શંખનક... પલ્લોય, અણુલ્લક, વરાટક, જલૌકા, જાલક અને ચંદનિકા... ઈત્યાદિ અનેક પ્રકારના બેઈન્દ્રિય જીવો છે. તેઓલ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નથી.
[૧૫૯૫] પ્રવાહની અપેક્ષાથી બેઈન્દ્રિયજીવો અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે.
[૧૫૯૬] બેઈન્દ્રિયોની આયુ સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે.
[૧૫૯૭] તેમની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ છે, જઘન્ય અંતર્મુહૂર્ત્ત છે. બેઈન્દ્રિયનું શરીર ન છોડીને નિરંતર બેઈન્દ્રિય શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે.
[૧૫૯૮] બેઈન્દ્રિય શરીરને છોડીને ફરી બેઈન્દ્રિય શરીરમાં ઉત્પન્ન થવામાં જે અંતર છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૫૯૯] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી બેઈન્દ્રિયથી હજારો ભેદ થાય છે.

Linked texts (1)