Uttarajjhayana 1808
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1808
- Language
- Gujarati
1808
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૩૪ થી ૧૬૫૭ [૩૬/૧૬૩૪ થી ૧૬૫૭]
[૧૬૩૪] પંચેન્દ્રિય તિર્યંચ જીવના બે ભેદ વર્ણવેલા છે - સંમૂર્ચ્છિમ તિર્યંચ અને ગર્ભજ તિર્યંચ.
[૧૬૩૫] આ બંનેના પણ ૩-૩ ભેદો છે - જલચર, સ્થલચર, ખેચર. તે ભેદો મારી પાસેથી સાંભળો.
[૧૬૩૬] જળચર પાંચ પ્રકારથી કહેલા છે - મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુંસુમાર.
[૧૬૩૭] તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. અહીંથી આગળ તેના ચાર પ્રકારે કાલવિભાગને હું કહીશ.
[૧૬૩૮] જલચરો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી તે સાદિ સાંત છે.
[૧૬૩૯] જલચરોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વની છે. જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે.
[૧૬૪૦] જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથક્ત્વ છે અને જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે.
[૧૬૪૧] જલચરના શરીરને છોડીને ફરી જલચરના શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૬૪૨] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી જલચરોના હજારો ભેદો છે.
[૧૬૪૩] સ્થલચર જીવોના બે ભેદ છે - ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદના ચાર ભેદો છે, તેનું હું કીર્તન કરીશ, તે સાંભળો.
[૧૬૪૪] એકખુર તે અશ્વ આદિ, દ્વિખુર તે બળદ આદિ, ગંડીપદ તે હાથી આદિ, સનખપદ તે સિંહાદિ.
[૧૬૪૫] પરિસર્પ બે પ્રકારના છે - ભૂજપરિસર્પ તે ગોધાદિ, ઉરઃપરિસર્પ તે સાપ આદિ. આ બંનેના અનેક પ્રકારો છે.
[૧૬૪૬] તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ હું ચાર પ્રકારના સ્થળચરનો કાળવિભાગ કહીશ.
[૧૬૪૭] પ્રવાહની અપેક્ષાથી સ્થળચર જીવો અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે.
[૧૬૪૮] સ્થળચરની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. જઘન્ય અંતર્મુહૂર્ત્તની છે.
[૧૬૪૯] ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથક્ત્વ અને સાધિક ત્રણ પલ્યોપમ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત સ્થળચરોની કાયસ્થિતિ છે.
[૧૬૫૦] સ્થળચરનું ફરી સ્થળચરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી સ્થળચરના હજારો ભેદો છે.)
[૧૬૫૧] ખેચર જીવના ચાર પ્રકાર કહેલ છે - ચર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી.
[૧૬૫૨] તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ ચાર પ્રકારથી ખેચર જીવોના કાળ વિભાગને કહીશ.
[૧૬૫૩] પ્રવાહઅપેક્ષાથી ખેચર જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી તે સાદિ-સાંત છે.
[૧૬૫૪] ખેચરજીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે.
[૧૬૫૫] ઉત્કૃષ્ટથી પૃથક્ત્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ખેચરોની કાયસ્થિતિ છે.
[૧૬૫૬] ખેચર જીવોનું પુનઃ તેમાં ઉપજવાનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૬૫૭] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ખેચર જીવોના હજારો ભેદો કહેવાયેલા છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit