Uttarajjhayana 1809
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1809
- Language
- Gujarati
1809
વિવેચન–૧૬૩૪ થી ૧૬૫૭
ઉક્ત ચોવીશ પંચેન્દ્રિય સૂત્રો પ્રાયઃ વ્યાખ્યાત જ છે. તેથી વૃત્તિગત કિંચિત્ વિશેષતાથી જ અત્રે નોંધ કરીએ છીએ – સંમૂર્ચ્છન - અતિશય મૂઢતાપણાથી નિર્વૃત્ત અથવા ઉત્પત્તિ સ્થાન પુદ્ગલોની સાથે એકી ભાવથી તે પુદ્ગલના ઉપાચયથી સમુચ્છ્રિત થાય છે, તે સંમૂર્ચ્છિમ. તેઓ મનઃ પર્યાપ્તિના અભાવથી સદા સંમૂર્ચ્છિત માફક જ રહે છે. તથા ગર્ભમાં વ્યુત્ક્રાંત તે ગર્ભજ.
જલચર - જળમાં ફરે - ભક્ષણ કરે તે. એ પ્રમાણે સ્થળ-નિર્જળ ભૂભાગમાં ચરે છે, તે સ્થલચર. ખેચર-આકાશમાં ચરે છે તે.
ખુર - ચરણ, અર્ધાવર્તી અસ્થિ વિશેષ, તે એક હોય તો એકખુરા અને બે હોય તો દ્વુખુરા. ગંડી - પક્ષકર્ણિકા, તેની જેમ ગોળ. - X -
ભૂજા - શરીરનો અવયવ વિશેષ, તેના વડે સરકે તે ભૂજપરિસર્પ. ઉર - છાતી, છાતી વડે સરકે છે તે ઉરઃ પરિસર્પ.
તિર્યંચો મરીને તિર્યંચમાં સાત કે આઠ ભવગ્રહણ જ કરે છે, કેમકે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને તેનાથી અધિક નિરંતર ભવોનો તેમાં સંભવ નથી. શેષ વૃત્તિ સુગમ છે. ૦ હવે મનુષ્યોને જણાવતા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati