Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1810

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1810

Language
Gujarati

1810

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૫૮ થી ૧૬૬૬ [૩૬/૧૬૫૮ થી ૧૬૬૬]
[૧૬૫૮] મનુષ્યોના બે ભેદો છે - સંમૂર્ચ્છિમ મનુષ્ય, ગર્ભજ મનુષ્ય. હું તેનું વર્ણન કરું છું, તે કહીશ
[૧૬૫૯] ગર્ભવ્યુત્ક્રાંતિક - ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો છે - અકર્મભૂમિક, કર્મભૂમિક અને અંતર્દ્વીપક.
[૧૬૬૦] કર્મભૂમિક મનુષ્યોના પંદર, અકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્દ્વીપક મનુષ્યોના અઠ્ઠાવીશ ભેદ છે.
[૧૬૬૧] સંમૂર્ચ્છિમ મનુષ્યોના ભેદ પણ આ પ્રમાણે જ છે. તેઓ બધાં લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
[૧૬૬૨] ઉક્ત મનુષ્ય પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
[૧૬૬૩] મનુષ્યોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે.
[૧૬૬૪] મનુષ્યોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૃથક્‌ત્વ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ અને જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે.
[૧૬૬૫] મનુષ્યનું ફરી મનુષ્યમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૬૬૬] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી મનુષ્યના હજારો ભેદો કહેલા છે.

Linked texts (1)