Uttarajjhayana 1811
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1811
- Language
- Gujarati
1811
વિવેચન–૧૬૫૮ થી ૧૬૬૬
મનુષ્યોના નવ સૂત્રો પૂર્વવત્ જાણવા. વૃત્તિમાં કહેલ કથનમાંથી સૂત્રાર્થ ઉપરાંતની વિશેષ વાત જ અમે અત્રે નોંધેલ છે –
૦ અંતર્દ્વીપ - સમુદ્રની મધ્યમાં રહેલ દ્વીપ, તેમાં જન્મેલ હોવાથી તે અંતર્દ્વીપજ કહેવાય છે. ૦ કર્મભૂમિ પંદર કહી છે, તે આ પ્રમાણે – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ, એ ત્રણે મળીને પંદર થાય છે.
૦ અકર્મભૂમિ - હૈમવત, હરિવર્ષ, રમ્યક, હૈરણ્યવત્, દેવકુરુ અને ઉત્તરકુરુ રૂપ છ છે. તે પ્રત્યેક પાંચ-પાંચ સંખ્યક હોવાથી ૩૦ ભેદો.
૦ પછી નિર્દેશ હોવા છતાં ‘કર્મભૂમિ’નું કથન પહેલાં કર્યું. કેમકે - મુક્તિ સાધકત્વથી તેનું પ્રાધાન્ય છે.
૦ અંતર્દ્વીપમાં - પહેલું ચતુષ્ક - (૧) એકોરુક, (૨) આભાષિક, (૩) લાંગૂલક અને (૪) વૈષાણિક છે. બીજું ચતુષ્ક - (૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) ગોકર્ણ, (૪) શષ્કુલી કર્ણ. ત્રીજું ચતુષ્ક - (૧) આદર્શ મુખ, (૨) મેષ મુખ, (૩) હય મુખ, (૪) ગજ મુખ. ચોથું ચતુષ્ક (૧) અશ્વ મુખ, (૨) હસ્તિ મુખ, (૩) સિંહ મુખ, (૪) વ્યાઘ્ર મુખ. પાંચમું ચતુષ્ક (૧) અશ્વ કર્ણ, (૨) ગજ કર્ણ, (૩) સિંહ કર્ણ, (૪) કર્ણ પ્રાવરણ. છઠ્ઠું ચતુષ્ક (૧) ઉલ્કા મુખ, (૨) વિદ્યુન્મુખ, (૩) જિહ્વા મુખ, (૪) મેઘ મુખ. સાતમું ચતુષ્ક - (૧) ઘન દંત, (૨) ગજ દંત, (૩) શ્રેષ્ઠ દંત, (૪) શુદ્ધ દંત. આ સાતે મળીને ૨૮ - અંતર્દ્વીપો થયા.
આ નામના યુગલધર્મિકો ત્યાં વસે છે. - X - X - X - X - X -.
સંમૂર્ચ્છિત જીવોની ઉત્પત્તિ, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોના - મળ, મૂત્ર, શ્લેષ્મ, સિંઘાન, વમન, પિત્ત, પૂત, શોણિત, શુક્ર, કલેવર, સ્ત્રી પુરુષોનો સંયોગ, ગામની ખાળ, નગરની ખાળ, શુક્રપુદ્ગલોમાં તેમજ બધાં અશુચિ સ્થાનોમાં આ સંમૂર્ચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમની અંગુલની અસંખ્યાતતમ ભાગ અવગાહના માત્ર હોય છે. - X - X - આ પ્રમાણે મનુષ્યોને કહીને, હવે દેવોને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati