Uttarajjhayana 1816
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1816
- Language
- Gujarati
1816
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૬૯ થી ૧૬૭૯ [૩૬/૧૬૬૯ થી ૧૬૭૯]
[૧૬૬૯] અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્કુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે.
[૧૬૭૦] પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે.
[૧૬૭૧] ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિષ્ક દેવો છે. આ દેવો દિશાવિચારી છે - (મેરુને પ્રદક્ષિણા કરે છે.)
[૧૬૭૨] વૈમાનિકોના બે ભેદો વર્ણવેલા છે - કલ્પોપગ અને કલ્પાતીત એ બે નામે તેઓને જાણવા.
[૧૬૭૩] કલ્પોપગ દેવો બાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - (૧) સૌધર્મ, (૨) ઈશાનક, (૩) સનત્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાંતક - તથા -
[૧૬૭૪] (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અચ્યુત. આ કલ્પોપગ દેવ છે.
[૧૬૭૫] કલ્પાતીત દેવોના બે ભેદો વર્ણવેલા છે. (૧) ગ્રૈવેયક અને (૨) અનુત્તર. તેમાં ગ્રૈવેયક દેવોના નવ પ્રકારો છે.
[૧૬૭૬ થી ૧૬૭૮/૧] ગ્રૈવેયક દેવોના નવ ભેદો આ પ્રમાણે છે- (૧) અધસ્તન-અધસ્તન, (૨) અધસ્તન - મધ્યમ, (૩) અધસ્તન - ઉપરિતન, (૪) મધ્યમ - અધસ્તન, (૫) મધ્યમ - મધ્યમ, (૬) મધ્યમ - ઉપરિતન, (૭) ઉપરિતન - અધસ્તન, (૮) ઉપરિતન - મધ્યમ, (૯) ઉપરિતન - ઉપરિતન.
[૧૬૭૮/૨, ૧૬૭૯] અનુત્તર દેવોના પાંચ ભેદો છે - (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ.
આ પ્રમાણે વૈમાનિક દેવો અનેક પ્રકારે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit