Uttarajjhayana 1817
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1817
- Language
- Gujarati
1817
વિવેચન–૧૬૬૯ થી ૧૬૭૯
આ અગિયારે સૂત્રો પ્રાયઃ પ્રતીત જ છે. વિશેષ આ પ્રમાણે –
૦ કુમાર આકારધારી હોવાથી અસુર આદિ બધાં કુમારો કહેવાય છે.
૦ તારાગણ - પ્રકીર્ણ તારક સમૂહ.
૦ દિશાવિચારી - મેરુને પ્રદક્ષિણા કરવા વડે નિત્યચારી.
૦ જ્યોતિરાલય - વિમાનો આલય કે આશ્રય જેના છે તે.
૦ કલ્પોપગ - ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિંશત્ આદિ દશ પ્રકાર પણાથી દેવો આ કલ્પોમાં ઉત્પત્તિના વિષયને પામે છે, તેથી કલ્પોપગ છે.
૦ કલ્પાતીત - ઉક્ત રૂપ કલ્પથી અતીત હોવાથી કલ્પાતીત છે.
૦ સૌધર્મ - સુધર્મા નામે શક્રની સભા જેમાં છે તે કલ્પ, ઈત્યાદિ.
૦ ગ્રૈવેયક - લોકપુરુષના ૧૩-રાજ ઉપરિવર્તી ગ્રીવા, તે પ્રદેશમાં રહેતા હોવાથી, તેમના આભરણ રૂપ હોવાથી, તેના નિવાસી દેવો તે ગ્રૈવેયકા.
૦ અનુત્તર - જેનાથી વધુ સ્થિતિ, પ્રભાવાદિ કોઈ દેવના ન હોવાથી.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati