Uttarajjhayana 1818
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1818
- Language
- Gujarati
1818
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૮૦ થી ૧૭૦૮ [૩૬/૧૬૮૦ થી ૧૭૦૮]
[૧૬૮૦] તે બધાં દેવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું ચાર પ્રકારે તેમના કાળ વિભાગનું કથન કરીશ.
[૧૬૮૧] દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
[૧૬૮૨] ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કંઈક અધિક એક સાગરોપમ છે, જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે.
[૧૬૮૩] વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમ અને જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષની છે.
[૧૬૮૪] જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને જઘન્યાયુ પલ્યોપમનો આઠમો ભાગ.
[૧૬૮૫] સૌધર્મ દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી બે સાગરોપમ અને જઘન્યથી એક પલ્યોપમ છે.
[૧૬૮૬] ઈશાન દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે સાગરોપમ, જઘન્ય કંઈક અધિક પલ્યોપમ છે.
[૧૬૮૭] સનત્કુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાત સાગરોપમ અને જઘન્યથી બે સાગરોપમ છે.
[૧૬૮૮] માહેન્દ્રકુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાધિક સાત સાગરોપમ અને જઘન્યથી સાધિક બે સાગરોપમ છે.
[૧૬૮૯] બ્રહ્મલોક દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ અને જઘન્યથી સાત સાગરોપમ છે.
[૧૬૯૦] લાંતક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ચૌદ સાગરોપમ અને જઘન્યથી દશ સાગરોપમ છે.
[૧૬૯૧] મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તર સાગરોપમ અને જઘન્યથી ચૌદ સાગરોપમ છે.
[૧૬૯૨] સહસ્રાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ અઢાર સાગરોપમ અને જઘન્યથી સત્તર સાગરોપમ છે.
[૧૬૯૩] આનતદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૯ સાગરોપમ અને જઘન્યથી અઢાર સાગરોપમ છે.
[૧૬૯૪] પ્રાણત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ વીસ સાગરોપમ છે અને જઘન્યથી ૧૯ સાગરોપમ છે.
[૧૬૯૫] આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૧ સાગરોપમ છે અને જઘન્યથી વીસ સાગરોપમ છે.
[૧૬૯૬] અચ્યુત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બાવીશ સાગરોપમ અને જઘન્યથી ૨૧ સાગરોપમ છે.
[૧૬૯૭] પહેલા ગ્રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૩ સાગરોપમ અને જઘન્યથી ૨૨ સાગરોપમ છે.
[૧૬૯૮] બીજી ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૪ સાગરોપમ, જઘન્યથી ૨૩ સાગરોપમ છે.
[૧૬૯૯] ત્રીજી ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૫ સાગરોપમ, જઘન્યથી ૨૪ સાગરોપમ છે.
[૧૭૦૦] ચોથા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૬ સાગરોપમ, જઘન્યથી ૨૫ સાગરોપમ છે.
[૧૭૦૧] પાંચમાં ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૭ સાગરોપમ, જઘન્યથી ૨૬ સાગરોપમ છે.
[૧૭૦૨] છઠ્ઠા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૮ સાગરોપમ, જઘન્યથી ૨૭ સાગરોપમ છે.
[૧૭૦૩] સાતમા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૯ સાગરોપમ, જઘન્યથી ૨૮સાગરોપમ છે.
[૧૭૦૪] આઠમા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૦ સાગરોપમ, જઘન્યથી ૨૯ સાગરોપમ છે.
[૧૭૦૫] નવમા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૧ સાગરોપમ, જઘન્યથી ૩૦ સાગરોપમ છે.
[૧૭૦૬] વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતના દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ તેંત્રીશ સાગરોપમ, જઘન્ય એકત્રીસ સાગરોપમ છે.
[૧૭૦૭] મહાવિમાન સર્વાર્થ સિદ્ધના દેવોના અજઘન્યોત્કૃષ્ટ આયુસ્થિતિ તેંત્રીશ સાગરોપમની છે.
[૧૭૦૮] દેવોની જે આ આયુસ્થિતિ છે તે જ તેની અજઘન્યોત્કૃષ્ટ કાયસ્થિતિ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit