Pramāṇa · Search · About · API

Uttarajjhayana 182

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 182

Language
Gujarati

182

વિવેચન–૫૩, ૫૪
ઉક્ત વિશેષણવાળો ભિક્ષુ ક્ષુધા પરીષહથી સ્પૃષ્ટ તૃષાથી પીડિત હોય, તે અનાચારની દુગુંછા કરનારો, તેથી જ અવાપ્ત - પ્રાપ્ત સંયમ - પાંચ આશ્રવાદિથી વિરમણરૂપ છે તેવો અથવા લજ્જા અને સંયમ વડે અર્થાત્‌ સમ્યગ્‌ યતના કરે છે - કૃત્ય પ્રતિ આદરવાન થાય છે, તે લજ્જા સંયત તે આવા પ્રકારનો મુનિ શીતળ અર્થાત્‌ સ્વસ્થ રૂપ, સ્વકીય આદિ શસ્ત્ર વડે ન હણાયેલ અર્થાત્‌ અપ્રાસુક એવું જળ તે શીતોદક એવું પાન આદિ ન લે. પરંતુ અગ્નિ આદિ વડે વિકારને પ્રાપ્ત પ્રાસુક જળની ગવેષણાને માટે તથાવિધ કુળોમાં પર્યટન કરે અથવા એષણા સમિતિને આચરે અર્થાત્‌ પુનઃ પુનઃ સેવે. - X - કદાચિત જનાકુળ જ નિકેતનાદિમાં લજ્જાથી સ્વસ્થ રહે, તેથી આ પ્રમાણે કહે છે –
છિન્ન - અપગત, આપાત - અન્યથી અન્ય, આગમન રૂપ, લોકોના અર્થાત્‌ આવાગમન શૂન્ય, એવા માર્ગમાં જતાં. કેવો થઈને? અત્યંત આકુળ શરીરી, કઈ રીતે? અતિશય તૃષાવાળો પરિશુષ્ક મુખાદિથી તૃષા પરીષહને સહન કરે. મનોયોગાદિને આશ્રીને સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે.
વિવિક્ત દેશમાં રહેલો પણ અત્યંત તરસથી અસ્વાસ્થ્યને પામેલો પણ ઉક્ત વિધિને ઉલ્લંઘે છે. પછી તૃષા પરીષહ સહન કરે છે. આ રીતે નદી દ્વારને અનુસરતો શીતોદક ન સેવે, ઈત્યાદિ સૂત્ર અવયવ સૂચિતને નિર્યુક્તિ કૃત દૃષ્ટાંત કહે છે –

Linked texts (2)