Uttarajjhayana 183
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 183
- Language
- Gujarati
183
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૯૦ + વિવેચન [૨/નિર્યુક્તિ-૯૦ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જણાવતા વૃત્તિકાર નોંધે છે – અહીં જે ઉદાહરણ છે, તે કિંચિત્ પ્રતિપક્ષથી, કંઈક અનુલોમથી છે.
ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં ધનમિત્ર નામે વણિક્ રહેતો હતો, તેને ધનશર્મા નામે પુત્ર હતો. તે ધનમિત્રએ તેના પુત્ર સાથે દીક્ષા લીધી. કોઈ દિવસે તે સાધુઓ મધ્યાહ્ન વેળાએ એલકાક્ષમાર્ગે નીકળ્યા. તે બાળમુનિ તૃષિત થયેલ. તે પણ તેના પિતા સ્નેહાનુરાગથી પાછળ આવે છે, સાધુઓ પણ આગળ ચાલ્યા. માર્ગમાં નદી આવી. પછી તેણે કહ્યું – જા પુત્ર! આ પાણી પી. તે વૃદ્ધ પણ નદીને ઉતરતા વિચારે છે – હું કંઈક સરકું, એટલામાં આ બાળમુનિ પાણી પીવે. મારા હોવાથી શંકાથી પીશે નહીં, તેથી એકાંતમાં પ્રતીક્ષા કરે છે. જેટલામાં બાળમુનિએ નદીને પ્રાપ્ત કરી, પાણી ન પીધું. કેટલાંક કહે છે – તેણે અંજલિમાં પાણી લીધું, ત્યાં તેને વિચાર આવ્યો કે – હું આ પાણી પીઉં, પછી થયું કે હું કઈ રીતે આ જીવોને પી શકું? ન પીધું. તૃષાથી પીડાઈને કાળધર્મ પામ્યા. દેવલોકે ઉત્પન્ન થયા.
તે દેવે અવધિજ્ઞાન પ્રયોજ્યું, તેટલામાં બાળમુનિનું શરીર જોયું. તેમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ સાધુની પાછળ ગયો. વૃદ્ધ પણ ચાલ્યો. પછી તે દેવે તે સાધુઓ પાસે ગોકુળ વિકુર્વ્યુ. સાધુઓ પણ તે વ્રજિકામાં છાશ આદિ ગ્રહણ કરે છે. એ પ્રમાણે વ્રજિકાની પરંપરાથી યાવત્ જનપદને પામ્યા. છેલ્લા વ્રજિકામાં તે દેવે જ્ઞાન નિમિત્તે વિંટિકા વિસ્મારિત કરી. એક સાધુએ તે વિંટિકા જોઈ, પછી તેઓએ જાણ્યું, પછી તે દેવે સાધુને વંદના કરી, પણ વૃદ્ધ સાધુને ન વાંદ્યા. પછી સર્વ વૃત્તાંત કહ્યો. આમના વડે હું ત્યજાયો, મને કહેલ કે – તું આ પાણી પી. જો મેં પીધું હોત તો હું સંસારમાં ભમત. આ પ્રમાણે તૃષા પરીષહ સહેવો.
ક્ષુધા, પીપાસા સહન કરનારના શરીરમાં નિત્ય શીતકાળમાં શીત-ઠંડીનો સંભવ છે, તેથી શીત પરીષહને કહે છે –