Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1830

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1830

Language
Gujarati

1830

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૧૯ થી ૧૭૨૨ [૩૬/૧૭૧૯ થી ૧૭૨૨]
[૧૭૧૯] કાંદર્પી, આભિયોગી, કિલ્બિષિકી, મોહી અને આસુરી ભાવના દુર્ગતિ દેનારી છે. એ મૃત્યુ સમયે સંયમ વિરાધિકા થાય છે.
[૧૭૨૦] જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન વડે યુક્ત છે, હિંસક અને તેમને બોધિ ઘણી દુર્લભ છે.
[૧૭૨૧] જે સમ્યગ્‌ દર્શનમાં અનુરક્ત છે, નિયાણા રહિત છે, શુક્લ લેશ્યામાં અવગાઢ છે, તેમને બોધિ સુલભ છે.
[૧૭૨૨] જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિયાણાયુક્ત છે, કૃષ્ણ લેશ્યાવગાઢ છે, તેમને બોધિ ઘણી દુર્લભ છે.

Linked texts (1)