Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1831

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1831

Language
Gujarati

1831

વિવેચન–૧૭૧૯ થી ૧૭૨૨
ઉક્ત કંદર્પાદિ ભાવના દુર્ગતિના હેતુપણાથી દુર્ગત છે. અહીં ‘દુર્ગતિ’ શબ્દથી દેવ દુર્ગતિ જાણવી. તેને વશ થઈને સંવ્યવહારથી ચારિત્ર સત્તામાં હોવા છતાં આવી નિકાયોત્પત્તિ થાય અને ચારિત્ર રહિતને તો વિવિધ ગતિમાં ભ્રમણ જ થાય - X - X - મરણ સમયે સમ્યગ્‌દર્શનાદિની વિરાધના થાય છે. આની સત્તામાં ઉત્તરકાળમાં શુભ ભાવમાં સુગતિનો પણ સંભવ છે.
મિથ્યાદર્શન - અતત્વમાં તત્વના અભિનિવેશ રૂપ, તેમાં આસક્ત, તે મિથ્યાદર્શન રક્ત, સમ્યગ્‌દર્શન વિરાધનામાં જ આ આસક્તિ કરે છે. નિદાન સહિત એટલે આસક્તિયુક્ત પ્રાર્થના રૂપથી વર્તે છે, તે સનિદાના. હિંસક એટલે પ્રાણી ઉપમર્દક. એ પ્રમાણે જ મરે છે - પ્રાણોને તજે છે, તેમને જિનધર્મ પ્રાપ્તિ અર્થાત્‌ બોધિ દુર્લભ થાય છે, તેમ કહ્યું.
ઉક્ત સ્વરૂપવાળું સમ્યગ્‌દર્શન, તેમાં રક્ત હોય, નિયાણા રહિત હોય, શુક્લ લેશ્યામાં પ્રવેશેલ હોય તેવા જીવો જો મરણ પામે તો તે જીવોને બોધિ સુલભ થાય છે.
ફરી મિથ્યાદર્શનવાળું સૂત્ર કહે છે. તેઓ હિંસકત્વથી પાંચે આશ્રયરૂપ પ્રમાદાદિ લક્ષણ જાણવું. - X - X - વિશેષથી તથાવિધ સંક્લિષ્ટ પરિણામ રૂપતાથી જાણવા. - X - X - તેમાં બોધી - જિનધર્મ પ્રાપ્તિને અતીવ દુર્લભ કહેલી છે.
આના વડે કંદર્પ ભાવનાદિને દુર્ગતિરૂપ અર્થના નિબંધનપણાથી કહીને, તેની વિપરીત ભાવનામાં સુગતિ સ્વરૂપાર્થે કહ્યું. બીજી વડે મિથ્યાદર્શન આસક્તને દુર્લભ બોધિ રૂપ અનર્થ કહ્યો. એ પ્રમાણેના ક્રમે જ - X - X - ચારે સૂત્રો જાણવા.
જિનવચન આરાધના મૂલ જ સર્વે સંલેખનાદિ શ્રેય છે. તેથી તેમાં જ આદરના ખ્યાપનાર્થમાં, તેનું માહાત્મ્ય કહે છે –

Linked texts (2)