Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1833

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1833

Language
Gujarati

1833

વિવેચન–૧૭૨૩, ૧૭૨૪
જિન - શબ્દ અહીં અર્થથી તીર્થંકરના અર્થમાં જ કહેલ છે. વચન એટલે આગમ. આવા જિનવચનમાં સતત પ્રતિબદ્ધ, જિનવચન વડે અભિહિત અનુષ્ઠાનોને જેઓ કરે છે, તેમાં સ્થિર થાય છે. તે પણ અંતર પરિણામથી બહિર્વૃત્તિથી નહીં. તેથી જ અવિદ્યમાન મલ જેને છે તે મલ રહિત કહેવાય. અહીં ભાવમલ એટલે તે અનુષ્ઠાન માલિન્ય હેતુ મિથ્યાત્વ આદિને જાણવા.
તથા અસંક્લિષ્ટ - રાગ આદિ સંક્લેશ રહિત થાય છે. પરિત - સમસ્ત દેવાદિ ભાવોની અલ્પતા પામવા વડે પરિમિત એવા સંસારને કરેલા તેઓ વિદ્યમાન હોવાથી પરિત સંસારી કહેવાય છે. અર્થાત્‌ કેટલાંક ભવોની અંદર જ તેઓ મુક્તિને ભજનારા થાય છે.
બાલમરણ - વિષભક્ષણ વડે થતું, તેવા પ્રકારના અન્ય પણ અનેક વખત અકામ મરણોને પામે કે જે મરણો અત્યંત વિષયગૃદ્ધિતા વડે અનિચ્છનીય હોય છે તે બિચારા અનેકવાર મરશે. - X - X -
આમ હોવાથી જિનવચનને ભાવથી કરવું જોઈએ. તે ભાવકરણ અને આલોચના વડે થાય, તે શ્રવણને યોગ્ય વિના થઈ ન શકે તે હેતુ વ્યતિરેકથી ન થાય. ૦ તેને કહે છે –

Linked texts (2)