Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1835

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1835

Language
Gujarati

1835

વિવેચન–૧૭૨૫
અંગ અને ઉપાંગ આદિ ઘણાં ભેદપણાથી અથવા ઘણાં અર્થપણાથી તે આગમ અર્થાત્‌ શ્રુતમાં વિશિષ્ટ જ્ઞાન-સમજણવાળા તે બહુ આગમ વિજ્ઞાના કહેવાય. સમાધિ - ઉક્ત રૂપ, તેના ઉત્પાદક હોય. દેશ અને કાળ આદિ અતિશયતાથી સમાધિને જ મધુર, ગંભીર, ભણિતિ આદિ વડે આલોચના દાતાને સમાધિ ઉપજાવે.
ગુણગ્રાહી - ઉપબૃંહણાર્થે બીજાને સમ્યગ્‌ દર્શનાદિ ગુણને ગ્રહણ કરાવનારા. એ રીતે બહ્વાગમ વિજ્ઞાનત્વ આદિ હેતુઓ વડે આચાર્યાદિ યોગ્ય થાય છે. - X - X -
આ જ આલોચના અને શ્રવણનું ફળ બીજાને વિશુદ્ધિરૂપ સંપાદિત કરવામાં ઈષ્ટ થાય છે. શેષ પૂર્વવત્‌ જાણવું.
આ અનશન સ્થિતે જે કૃત્ય - કરવા યોગ્ય છે, તેને પ્રસંગે બતાવીને હવે કંદર્પાદિ ભાવનાનો જે પરિહાર કરવાનું કહ્યું, તેમાં જે કરવાથી તે થાય છે, તેના પરિહાર વડે જ તેમાં પરિહાર થાય. અજ્ઞાતને આ ન થાય, તેમ જણાવવા માટે કહે છે –

Linked texts (2)