Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1836

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1836

Language
Gujarati

1836

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૨૬ થી ૧૭૩૦ [૩૬/૧૭૨૬ થી ૧૭૩૦]
[૧૭૨૬] જે કંદર્પ અને કૌત્કુચ્ચ કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું.
[૧૭૨૭] જે સુખ, ઘૃનાદિ રસ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિ કર્મનો પ્રયોગ કરે છે, તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું.
[૧૭૨૮] જે જ્ઞાનીની, કેવલીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની નિંદા-અવર્ણવાદ કરે છે, તે માયાવી કિલ્બિષિકી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું.
[૧૭૨૯] જે નિરંતર ક્રોધને વધારતો રહે છે અને નિમિત્ત વિદ્યાનો પ્રયોગ કરે છે, તે આસુરી ભાવનાનું આચરણ કરે છે.
[૧૭૩૦] જે શસ્ત્રથી વિષભક્ષણથી અથવા અગ્નિમાં બળીને અથવા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધુ આચારથી વિરુદ્ધ ભાંડ-ઉપકરણ રાખે છે, તે અનેક જન્મો-મરણોનું બંધન કરે છે.

Linked texts (1)