Uttarajjhayana 1837
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1837
- Language
- Gujarati
1837
વિવેચન–૧૭૨૬ થી ૧૭૩૦
(અહીં સૂત્રનો અર્થ તો સ્પષ્ટ કહેલો જ છે. વળી વૃત્તિમાં અર્થની વ્યાખ્યા સાથે સાક્ષીપાઠોનું પણ પ્રાબલ્ય વર્તાઈ રહ્યું છે. તેથી અમે વૃત્તિને અક્ષરસઃ અનુસરવાને બદલે તેમાંની કેટલીક વસ્તુ કે શબ્દાર્થ - વ્યાખ્યાને જ માત્ર પ્રાધાન્ય આપીને આ પાંચ સૂત્રોનું વિવેચન કરી રહ્યા છીએ.)
કન્દર્પ - અટ્ટહાસ્ય, અનિભૃત, બકવાદ, ગુરુ આદિ સાથે પણ નિષ્ઠુર વક્રોક્તિરૂપ અને કામકથાનો ઉપદેશ કે કામકથાની પ્રશંસા કરવી. તે કંદર્પ કહેવાય છે. - X - X -
૦ કૌત્કુચ્ય - આ કૌત્કુચ્ય પણ બે ભેદે જણાવેલ છે, તે આ –
(૧) કાયકૌત્કુચ્ય - જેમાં સ્વયં-પોતે હાસ્ય વિના જ ભ્રમર, નયન, વદનાદિના વિકારો કરે છે, જેથી બીજાને હસવું આવે. - X - X -
(૨) વાક્ કૌત્કુચ્ય - એવી રીતે બોલે કે જેનાથી બીજાને હસવું આવે છે તથા વિવિધ જીવોના અવાજો કાઢીને મુખ વડે આતોદ્યાદિને વગાડે છે, તે વાક્ કૌત્કુચ્ય કહેવાય - X - X -
આવા કંદર્પ અને કૌત્કુચ્યને કરે છે.
શીલ - જે પ્રકારે બીજાને વિસ્મય ઉપજાવે છે, ફળ નિરપેક્ષ એવી વૃત્તિ - સ્વભાવ - બીજાના વિસ્મય ઉત્પાદન અભિસંધિ વડે જ તે તે મુખ વિકારાદિ કરવા.
હસન - અટ્ટહાસ્યાદિ કરવા. વિકથા - બીજાને વિસ્મય પમાડે તેવા વિવિધ ઉલ્લાપો કરવા.
ઉક્ત શીલ આદિ વડે વિસ્મય યુક્ત બીજાને કરવા તે કંદર્પના યોગથી કંદર્પો છે. તેનાથી આ કાંદર્પી ભાવના કહી છે. અથવા તેના ભાવ અભ્યાસરૂપ આત્માને કહે છે. આ જ પ્રમાણે આગળની ભાવના પણ ભાવવી.
મંત્ર - પૂર્વે કહેલ છે, તેનો યોગ - વ્યાપારણ, તે મંત્રયોગને કરીને અથવા મંત્ર અને યોગ - તથાવિધ દ્રવ્યના સંયોગથી મંત્રયોગ તેને કરીને અર્થાત્ તેમાં પ્રવૃત્ત થઈને વર્તવું.
ભૂતિ - ભસ્મ, રાખ, માટી સંબંધી કર્મ-વસતિ આદિની રક્ષાર્થે તેનું પરિવેષ્ટન કરવું તે ભૂતિકર્મ. - X - X - X - શા માટે આ મંત્ર યોગ કે ભૂતિકર્મ આદિ કરે? તે કહે છે –
સાતા-સુખને માટે. રસ-માધુર્ય આદિને માટે, ઋદ્ધિ-ઉપકરણ આદિ સંપત્તિને માટે અર્થાત્ તે-તે હેતુ કે નિમિત્તથી કરે.
અભિયોગ - તેને આભિયોગી ભાવના કહે છે, તેમ કહેવું. આમ કહીને સૂત્રકાર એવું જણાવે છે કે જે નિઃસ્પૃહતાથી અપવાદ રૂપે ક્વચિત કરે તો ગુણને માટે અર્થાત્ અદોષને માટે છે. - X - X -
જ્ઞાનની-શ્રુતજ્ઞાનની, કેવલી-કેવળજ્ઞાન પામેલાની, ધર્મનો ઉપદેશ દેનારની, આચાર્યની, સંઘની, સર્વે સાધુઓની નિંદા અર્થાત્ જે અવર્ણ વાદ કે અશ્લાઘા કરે છે. - X - X - X - કેવી રીતે?
શ્રુત જ્ઞાનની - જેમકે આ શું વારંવાર વ્રતની અને અપ્રમાદની આદિ વાત કહે છે, મોક્ષાધિકારને વળી જ્યોતિષાદિથી શું?
કેવલીની - જેમકે, આ જ્ઞાનદર્શન ઉપયોગ અનુક્રમે શા માટે, બંને ભેગા વર્તતા હોય તો શું વાંધો? ઈત્યાદિ. - X - X -
ધર્માચાર્યની - ઘણાં કાગળા-કૂતરાના પણ સંઘો હોય જ છે ને, તો આ સંઘ વળી કઈ વિશેષતાવાળો છે?
એ પ્રમાણે સાધુની, ગુરુની આદિની નિંદા કરે. એ પ્રમાણે અવર્ણ બોલવાનો જેમનો સ્વભાવ કે આચાર છે, તે અવર્ણવાદી.
માયા - શઠતા, સ્વસ્વભાવને ગોપાવવા આદિ વડે - X -
એ પ્રમાણે તે કિલ્બિષિકી ભાવનાને કહે છે.
૦ આસુરી - જેને ક્રોધનો વિસ્તાર વિચ્છેદ પામતો નથી, સદા વિરોધશીલપણાથી, પછી અનુતાપ કર્યા વિના, ક્ષણણા - પામણા આદિ વડે પણ પ્રસક્તિ ન પામીને વર્તે - X - X - X - X - એવી રીતે આસુરી ભાવનાને કહે છે.
૦ શસ્ત્ર - ખડ્ગ ક્ષુરિકા આદિ, જેના વડે વધ વગેરે કરાય છે. તેનું ગ્રહણ-સ્વીકાર કરવો. આત્મામાં અવધારણ કરવું.
- વિષ - તાલપુટ આદિ, તેનું ભક્ષણ કરવું.
- જ્વલન - પોતાની જાતને બાળી નાંખવી અર્થાત્ બળી મરવું.
- જળ પ્રદેશ - પાણીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવી.
- ચ શબ્દથી ભૃગુપાત આદિ અન્ય રીતે આત્મહત્યા કરવી.
- આચાર - શાસ્ત્ર વિહિત વ્યવહાર, તેના વડે જે ઉપકરણ કે ભાંડ આદિ, તથા જે શસ્ત્ર વિહિત નથી તેવા અનાચાર ભાંડોપકરણ આદિ. તેનો હાસ્ય, મોહ આદિથી પરિભોગ કરવો.
ઉક્ત આત્મહત્યા કે અનાચાર ભાંડ સેવનાદિ વડે જન્મ અને મરણને ઉપચારથી તેના - તેના નિબંધક કર્મોને બાંધે છે અર્થાત્ આત્માની સાથે વિશ્લષ્ટ કરે છે. સંક્લેશ જનકત્વથી આ શસ્ત્રાદિ ગ્રહણ તે અનંત ભાવના હેતુપણે છે માટે કર્મબંધ કહ્યો.
આના વડે ઉન્માર્ગનો સ્વીકાર અને માર્ગમાં વિપ્રતિપત્તિ કહેલી છે અને અર્થ વડે ‘મોહી’ ભાવના બતાવી છે. - X - X -
(શંકા) પૂર્વે આવી ભાવનાનું ફળ દેવગતિમાં જવારૂપ કહ્યું, અહીં અન્ય રીતે કહો છો, તેમાં વિરોધ કેમ ન આવે? (સમાધાન) પૂર્વે જે ફળ કહ્યું તે અનંતર ફળને આશ્રીને કહેલ છે, જ્યારે અહીં આ ફળ કહ્યું તે પરંપર ફળને આશ્રીને કહેલ છે. તેમાં સર્વ ભાવનાનો ઉપન્યાસ છે. તેથી જ અહીં એ પ્રમાણે કહેલ છે કે - ‘આ ભાવનાઓ ભાવીને દેવ દુર્ગતિને પામે છે, પછી ત્યાંથી ચ્યવીને અનંત ભવસાગરમાં ભ્રમણ કરે છે.’
હવે ઉપસંહાર દ્વારથી શાસ્ત્રનું માહાત્મ્ય જણાવવાને માટે સૂત્રકાર મહર્ષિ માત્ર અધ્યયનને આશ્રીને નહીં પણ સમગ્ર શાસ્ત્રને આશ્રીને છેલ્લું સૂત્ર બતાવી રહ્યા છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati