Uttarajjhayana 1839
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1839
- Language
- Gujarati
1839
વિવેચન–૧૭૩૧
અનંતર વર્ણવેલ સૂત્ર રૂપે કંઈક અર્થથી અને કંઈક સૂત્રથી પ્રકાશીને - અથવા પ્રજ્ઞાપના કરીને પરિનિર્વાણ પામ્યા. કોણ અને કેવા? (તે મહાપુરુષને વર્ણવતા કહે છે –)
બુદ્ધ - કેવળજ્ઞાનથી સર્વ વસ્તુ તત્વન પામેલા.
જ્ઞાત - જ્ઞાત કુળમાં ઉત્પન્ન થયેલા એવા, વર્દ્ધમાન સ્વામી.
આ છત્રીશ એવા ઉત્તર - પ્રધાન, અધ્યયન કરાય કે ભણાય તે અધ્યાયો અથવા અધ્યાપનો. તે ‘વિનયશ્રુત’ આદિ ઉત્તરાધ્યયનો.
ભવસિદ્ધિક - ભવ્ય, તેમને ગાઢપણે અભિપ્રેત અર્થાત્ ભવસિદ્ધિક સંમતા અથવા ભવસિદ્ધિક સંવૃત્ત - તે જ ભવમાં - મનુષ્ય જન્મમાં સિદ્ધિ પામનાર તે ભવસિદ્ધિક અને સંવૃત્ત - આશ્રવ નિરોધ.
પરિનિવૃત્ત - ક્રોધાદિ દાહના ઉપશમથી સમતાંત સ્વસ્થીભૂત થયેલા. તેઓએ આ માહાત્મ્ય કહેલું છે.
નિર્યુક્તિકારશ્રી પણ આ માહાત્મ્ય સ્વરૂપને જણાવે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati